ગણેશોત્સવમાં થર્મોકોલ અને પ્લાસ્ટિકના ફુલ વાપરવાની મનાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બજારોમાં છૂટથી પ્રતિબંધિત ચીજો વેંચાય છે
મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મ્યુ.ને પગલાં લેવા જણાવાયું
મુંબઇ - ગણેશોત્સવમાં ડેકોરેશન માટે થર્મોકોલ અને પ્લાસ્ટિકના ફુલોનો ઉપયોગ કરવાની મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફથી મનાઇ ફરમાવવામાં આવી છે. જોકે અત્યારે બજારોમાં આ પ્રતિબંધિત ચીજોનું છૂટથી વેચાણ કરવામાં આવે છે.
ાુંબઇના તમામ દરિયા કિનારાની ગંદકી દૂર કરી સ્વચ્છ કરવા માટે આવશ્યક મશીનરી અને મનુષ્યબળ તત્કાળ ઉપલબ્ધ કરવાનો બોર્ડ તરફથી મુંબઇ મહાનગર પાલિકાને નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગણેશોત્સવમાં થર્મોકોલ અને પ્લાસ્ટિકના ફુલોના વપરાશ પર પ્રતિબંધ છે તેનું પાલન કરવા માટે તત્કાળ કાર્યવાહી કરવાનું બીએમસીને જણાવાયું છે.
મુંબઇ મહાપાલિકાના મુખ્યાલયમાં તાજેતરમાં જ મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમ અને એડિશનલ કમિશનર બીપીન શર્માની હાજરીમાં યોજાયેલી મીટિંગમાં મુંબઇના સમુદ્ર કિનારાની સ્વચ્છતા બાબત અને પર્યાવરણને લગતા પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી. આ મીટિંગમાં થર્મોકોલ અને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની અમલબજાવણીનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.
મુંબઇના નાળામાં વહેતો પ્લાસ્ટિકનો કચરો છેવટે દરિયામાં ઠલવાય છે. પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં ઠલવાતો રોકવા માટે ઓશન ક્લિનઅપ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ કાર્ય માટે પગલાં લેવાનું બીઅમસીને જણાવવામાં આવ્યું હતું.




