વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ સાંખી ન શકાયઃ બોમ્બે બાર એસો.
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લોકશાહી શાસનમાં શાંતિપૂર્ણ વિરોધ આવશ્યક લક્ષણ
સિનિયર એડવોકેટસ સહિત ૧૨૦થી વધુ વકીલોનું પોલીસની ઝાટકણી કાઢતું નિવેદનઃ પ્રતિબંધાત્મક આદેશોની કાયદેસરતા સામે સવાલ
મુંબઈ - બોમ્બે બાર એસોસિયેશને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને આંસુ ગેસનો ઉપયોગ કરી રહેલી પોલીસના અહેવાલો અને વિડિયોને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
લોકશાહી શાસનમાં શાંતિપૂર્વક વિરોધ આવશ્યક લક્ષણ હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું. જો અહેવાલો સાચા હોય તો બંધારણીય અધિકારોનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ સામે બળ પ્રયોગ ચિંતાજનક છે અને કાયદાના શાસન દ્વારા સંચાલિત સમાજમાં તેને સહન કરી શકાય નહીં, એમ નિવેદનમાં જણાવ્યું છે.
એફઆઈઆર દાખલ કરીને ધમકાવવાના ઉપાયની પણ નિંદા કરી હતી. વકીલોએ મુંબઈ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અયટાકત કરવા અને સંપૂર્ણ પ્રતિબંધાત્મર આદેશ જારી કરવાની કાર્યવાહીની પણ ટીકા કરી છે.
૨૧ જુલાઈના રોજ વરિષ્ઠ વકીલો સહિત ૧૨૦થી વધુ વકીલોનાં જૂથે મુંબઈ પોલીસ કમિશનરની કચેરી દ્વારા પસાર કરાયેલા પ્રતિબંધક આદેશોની નિંદા કરતું નિવેદન જારી કર્યુ છે.
જમાવબંધીના આદેશ જારી કરીને ૩૦૦થી વધુ નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
ધરપકડનું દેખીતું કારણ એ લાગે છે કે ચૈત્યભૂમિ પર વિરોધ પ્રદર્શન માટે કોઈ પરવાનગી અપાઈ નથી. રાજ્ય સરકારની મંજૂરી વિના આવા પ્રતિબંધીત આદેશ ૧૫ દિવસથી વધુ સમય માટે અમલમાં રહી શકે નહીં. ફકત ૨૪ કલાકની રાહત સાથે સતત પ્રતિબંધીત આદેશો સૂચવે છે કે તે રાજ્ય સર કારની મંજૂરીની જરૃરિયાતને અવગણીને જારી કરાયા છે.
નિવેદનમાં આદેશ પાછો ખેંચવાની વિનંતી કરીને દાવો કર્યો છે કે આ આદેશો કાયદાની અન્ય જરૃરિયાતોનું પાલન કરતા નથી.
પહેલેથી જ બોજા હેઠળ રહેલી કોર્ટ પાસેથી નાગરિકોને રાહત મેળવવા ફરજ પાડવી જોઈએ નહીં.









