બેરોજગાર હોય તો પણ સંતાનોનાં ભરણપોષણની જવાબદારી પિતાની

પત્નીને
છૂટાછેડાની રકમ આપવા રિક્ષા વેચી
બે
બાળકો માટે ચાર હજાર ચૂકવવાનો આદેશ હાઈકોર્ટે યથાવત રાખ્યો
મુંબઈ -
બોમ્બે હાઈકોર્ટે
ચુકાદો આપ્યો છે કે બેરોજગારીનું કારણ આપીને પિતા પોતાના સગીર બાળકો માટે ભરણપોષણ
ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં
સાથે જ રકમ ઘટાડવાની એક પુરુષની અરજીને ફગાવી દીધી છે.
મંગળવારે
હાઈકોર્ટની નાગપુર બેન્ચે નીચલી કોર્ટના આદેશ સામે વ્યક્તિની અરજી પર આ આદેશ આપ્યો
હતો જેમાં તેને તેના બે સગીર બાળકો માટે દર મહિને ૪,૦૦૦ રૃપિયા ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં
આવ્યો હતો.
આ
વ્યક્તિએ દાવો કર્યો હતો કે જ્યારે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટો-રિક્ષા
ચલાવતો હતો ત્યારે છૂટાછેડા સમયે તેની
પત્નીને એક વખતના ભરણપોષણ માટે તેણે વાહન વેચવું પડયું હતું.
તેમણે
હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેઓ તેમના બાળકોના ભરણપોષણ માટે દર મહિને ૩,૦૦૦ રૃપિયા ચૂકવવા
તૈયાર છે.
જોકે, હાઈકોર્ટે કહ્યું કે
બેરોજગારીના નામે તે વ્યક્તિ પોતાના
બાળકોને ભરણપોષણ આપવાનું ટાળી શકે નહીં. પિતાની જવાબદારી તેમના સગીર બાળકોનું
ભરણપોષણ કરવાની છે. બેરોજગારીનો હવાલો આપીને પિતાને ભરણપોષણ ચૂકવવાથી મુક્ત કરી
શકાતા નથી,એમ તેમાં ઉમેર્યું હતું.
કોર્ટે
તેની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે,
કૌટુંબિક અદાલતનો આદેશ જે પુરુષને તેના બાળકોને ભરણપોષણ તરીકે દર
મહિને ૪,૦૦૦ રૃપિયા ચૂકવવાનો નિર્દેશ આપે છે તે અતિશય ન કહી
શકાય.




