કાલથી બે દિવસ સમાજશાસ્ત્ર, અંગ્રેજી, કોમર્સની યુજીસી નેટ ફેરપરીક્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુજીસી- નેટની વેબસાઈટ પર એડમિટ કાર્ડ ઉપલબ્ધ
ત્રણેય વિષયોની પરીક્ષામાં પશ્નપત્રોમાં અનેક ભૂલો મળી આવ્યા બાદ પુનઃ પરીક્ષાનો નિર્ણય લેવાયો હતો
મુંબઈ - યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની યુજીસી- નેટ જૂન ૨૦૨૬ની પુનઃપરીક્ષા હવે ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આ પુનઃ પરીક્ષા અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર આ ત્રણ વિષયો માટે યોજાશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આ પુનઃપરીક્ષા માટેના એડમિટકાર્ડ ચાર સપ્ટેમ્બરથી જ ઉમેદવારોના લોગ-ઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેથી સંબંધિત ઉમેદવારો હવે પોતાના લોગ-ઇન વિગતોનો ઉપયોગ કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાની તારીખ અંગેની માહિતી ઉમેદવારોને અગાઉ એક સપ્ટેમ્બરે જ જાહેર કરવામાં આવેલી એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા આપવામાં આવી હતી. તેથી હવે ઉમેદવારોએ અંતિમ એડમિટકાર્ડ ડાઉનલોડ કરીને તેમાં દર્શાવેલી પરીક્ષાની તારીખ, કેન્દ્ર અને અન્ય વિગતો ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે. યુજીસી- નેટની પુનઃપરીક્ષા સંબંધિત સત્તાવાર સૂચનાઓ પણ એનટીએની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૬ માં યોજાયેલી યુજીસી- નેટની પરીક્ષા દરમિયાન, અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં ઘણી વિસંગતતાઓ નોંધાઈ હતી. ત્યારબાદ, એનટીએ એ આ ફરિયાદોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.
સમિતિની તપાસમાં ત્રણેય વિષયોના પ્રશ્નપત્રોમાં અસંખ્ય તથ્યલક્ષી, ટાઇપોગ્રાફિકલ, અનુવાદ અને વ્યાકરણની ભૂલો મળી આવી હતી અને તેથી જ સમિતિએ આ ત્રણેય વિષયો માટે ફરીથી પરીક્ષા લેવાની ભલામણ કરી હતી. જેના પગલે એનટીએએ હવે ૯ અને ૧૦ સપ્ટેમ્બરના આ ત્રણેય વિષયો માટે પુનઃ પરિક્ષાનું આયોજન કર્યું છે. આમાં ૯ સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી અને કોમર્સની પુનઃ પરિક્ષા યોજાશે. તો ૧૦ સપ્ટેમ્બરના સમાજશાસ્ત્ર વિષય માટે પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.




