ઉધ્ધવ ઠાકરે આજ મેરા ઘર તૂટા હૈ કલ તેરા ઘમંડ તૂટેગા

કંગના રણૌતના નિસાસા ઉદ્ધવને નડયા
સોશિયલ મીડિયા પર લોકોએ કંગનાના ડાયલોગને ફરી મમળાવ્યો
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા ઉપર અવિભાજિત શિવસેનાના લગભગ ત્રણ દાયકાના શાસનનો ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ અંત આણતા અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતનો શ્રાપ સાચો ઠર્યો હતો. કંગના રણૌૈતનું ઘર જ્યારે મહાપાલિકાએ તોડી પાડયું ત્યારે તેણે શ્રાપ આપ્યો હતો કે ઉધ્ધવ ઠાકરે આજ તૂને મેરા ઘર તોડા હૈ, કલ તેરા ઘમંડ તૂટેગાં.
સપ્ટેમ્બર ૨૦૨૦માં ખારમાં કંગના રણૌતના ખારનો ઘરનો અનધિકૃત હિસ્સો શિવસેનાની સત્તા હેઠળની મહાપાલિકા તરફથી તોડી પાડવામાં આવ્યો ત્યારે કંગનાએ વિડિયો સંદેશ વહેતો કર્યો હતો કે ઉધ્ધવ ઠાકરે ફિલ્મી માફિયાઓ સાથે મળીને આજે તે મારૃં ઘર તોડયું છે એમ કાલ તારો ઘમંડ તૂટશે. સમયનું ચક્ર એક જગ્યાએ સ્થિર નથી રહેતું એ તો ફરતું જ રહે છે.
આજે મુંબઈ પાલિકા પરની ઠાકરે ખાનદાનની ઈજારાશાહી ખતમ થઈ ગઈ અને ઉધ્ધવ ઠાકરેને જબરજસ્ત ં આંચકો ખમવો પડયો એ સાથે જ સોશ્યલ મિડિયામાં વીજળી વેગે કંગના રણૌતની આ શ્રાપવાણીનો વિડીયો ફરી વાયરલ થઈ ગયો હતો. લોકોએ ટિપ્પણી કરી હતી કે કંગના આજે સંસદસભ્ય બનીને દિલ્હી પહોંચી ગઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે હવે ક્યાંયના રહ્યા નથી.




