Mumbai

ટીવી એક્ટર અર્જુન બિજલાની કાર અકસ્માતમાં બચી ગયો

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ટીવી અભિનેતા અર્જુન બિજલાનીની કારનો અકસ્માત થયો હતો. તેઓ પોતાની આગામી વેબ સિરીઝ 'ચુંબક કોલોની'ના પ્રમોશન માટે એક શોમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જોકે, અર્જુન અને તેની સાથેના અન્ય કોઈને પણ ઈજા થઈ નથી. અર્જુન 43 વર્ષનો છે અને રિયાલિટી શો માટે પણ જાણીતો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીવી એક્ટર અર્જુન બિજલાની કાર અકસ્માતમાં  બચી ગયો

અર્જુનને કોઈ ઈજા ન થઈ હોવાની સ્પષ્ટતા

ચુંબક કોલોની વેબ સીરિઝના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે  અકસ્માત                                                

મુંબઈ -  વિખ્યાત ટીવી એક્ટર અર્જુન બિજલાની તેની આગામી વેબ સીરિઝ 'ચુંબક કોલોની'નું પ્રમોશન કરી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હતો. બિજલાનીની ટીમે તરત નિવેદન બહાર પાડી આ અક્સ્માતમાં કોઇને ઇજા ન થઇ હોવાનું જણાવ્યું હતું.

૪૩ વર્ષનો અર્જુન બિજલાની તેની  સીરિઝનાં  પ્રમોશન માટે એક શોમાં હાજરી આપવા ગયો હતો. ત્યાંથી પાછાં ફરતી વખતે તેની કારને અક્સ્માત થયો હતો. જો કે, તેની ટીમના જણાવ્યા અનુસાર અર્જુન અને તેની સાથે પ્રવાસ કરનારાઓમાંથી કોઇને ઇજા થઇ નથી.

ટીવી શો ઉપરાંત રિયાલિટી શો પર્સનાલિટી તરીકે અર્જુન બિજલાની જાણીતો છે. તે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ દેખાયો હતો. તે અશનીર ગ્રોવરના રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં વિજેતા બન્યો હતો. તેે ૨૦૨૧માં 'ખતરોં કે ખિલાડી ૧૧'માં પણ વિજેતા બન્યો હતો.