ત્ર્યંબકેશ્વરમાં વિરામ દર્શનમાં ટ્રસ્ટને 1 જ દિવસમાં 21 લાખની આવક

આર્થિક સદ્ધર ભક્તોનો સમય બચે છે
૮૩૬ ભાવિકોએ ૨૫૦૦ રૃપિયા ચૂકવી
તત્કાળ દર્શનનો લાભ લીધા
મુંબઇ
- નાસિક જિલ્લાના
ત્ર્યંબકેશ્વર મંદિરમાં અગાઉ ઝડપથી દર્શન કરાવવાને નામે ભક્તો પાસેથી વધુ પૈસા
પડાવવામાં આવતા હતા એ બંધ કરવા માટે ત્ર્યંબકેશ્વર મંદિર દ્વારા વિરામ (બ્રેક)
દર્શનની યોજના શરૃ કરવામાં આવી છે.
આ વિરામ- દર્શન યોજનામાં અઢી હજાર રૃપિયા રોકડા ચૂકવે તેને તત્કાળ
દર્શનનો લાભ મળે છે. આ યોજનાને ભક્તોનો
જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને રવિવારે એક જ દિવસમાં મંદિરને ૨૧ લાખ રૃપિયાની આવક
થઇ હતી.
વિરામ દર્શન યોજના અંતર્ગત ૮૩૬
ભાવિકોએ ઝડપથી જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લીધો હતો. આ યોજના હેઠળ નિઃશુલ્ક દર્શન
અને અશુલ્ક દર્શનની બે લાઇનોને પાંચ મિનિટ બ્રેક આપીને અટકાવવામાં આવે છે અને એ
પાંચ મિનિટમાં જેણે અઢી હજાર રૃપિયાની ટિકિટ લીધો હોય તેને તત્કાળ દર્શન કરાવવામાં
આવે છે. લગભગ દર કલાકે પાંચ મિનિટ નિયમિત
લાઇનોને અટકાવવામાં આવે છે. અત્યાર સુધી વચેટિયાઓ અને કહેવાતા એજન્ટો પૈસા કમાતા
હતા જ્યારે હવે ત્ર્યંબકેશ્વર મંદિર પ્રશાસને પોતે જ પૈસા કમાવાનો નવો કિમિયો શોધી
કાઢયો છે. જો કે ભીડનો ફાયદો ઉઠાવીને એજન્ટો ઓછી થઇ જશે એવો દાવો મંદિર પ્રશાસન
તરફથી કરવામાં આવ્યો છે.




