જુન્નર, ભીમાશંકરમાં ટ્રેકિંગ અને દેવદર્શન પર હાલ પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદને પગલે પર્યટનને ફટકો
ભેખડો ધસવાનું જોખમ હોવાથી પર્યટકોને હાલ ગઢ કે કિલ્લાઓ પર ન જવા પ્રશાસનની તાકીદ
મુંબઈ - સહ્યાદ્રીની પર્વતમાળામાં વરસાદનું જોર વધતાં જુન્નર, આંબેગાવ અને ખેડ તાલુકામાં પર્યટનને મોટો ફટકો પડયો છે. ભીમાશંકર માર્ગ પર ભેખડ ધસતાં દેવદર્શન અને પર્યટન પર તાત્પુરતો પ્રતિબંધ મૂકાયો છે.
જૂનના પહેલાં વરસાદ બાદ ભીમાશંકર, જુન્નર, સાંધન વ્હેલી, ઉત્તર પુણે જિલ્લાના વિવિધ ગઢકિલ્લાઓ પર પર્યટનોનો ધસારો વધતો હોય છે. જોકે એ જ સમયમાં ભેખડો ધસવાની શક્યતા પણ વધતી હોય છે. આથી સાવચેતીના પગલાં રુપે પ્રશાસને થોડા સમય માટે પર્યટન પર પ્રતિબંધ મુક્યો છે.વરસાદને લીધે ભીમાશંકર ઘાટ વિસ્તારમાં પણ ભેખડો ધસવાની સંભાવના છે. આથી આ રસ્તો તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન માટે તાત્કાલિક ધોરણે બંધ કરાયો છે.આથી આ સમય માટે દેવદર્શન માટે પણ મંદિર બંધ રખાયું હોવાથી પર્યટકો દેવદર્શન પણ કરી શકશે નહીં.









