Mumbai

નવરાત્રિ નિમિતે દર્શને જતા પરિવારને અકસ્માતઃ માતા અને બાળકનાં મોત

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈના વિરારમાં નવરાત્રિ નિમિત્તે જીવદાની દેવીના દર્શને જઈ રહેલા પાલ પરિવારને કોપરી નાકા પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પાણીના ટેન્કરે બાઈકને ટક્કર મારતા 28 વર્ષીય કવિતા પાલ અને તેમના 4 વર્ષના પુત્ર આરિવનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. પતિ ધર્મેન્દ્ર અને બીજા પુત્ર આયંશને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ  નિમિતે દર્શને જતા પરિવારને અકસ્માતઃ માતા અને બાળકનાં મોત

વિરારમાં બાઈકને પાણીના ટેન્કરે ટક્કર મારી

૪ વર્ષનાં બાળક અને માતા પર ટેન્કરનું વ્હિલ ફરી વળ્યું ઃ પતિ અને બીજા પુત્રને પણ ઈજા

મુંબઈ -  નવરાત્રિ નિમિત્તે જીવદાની દેવીના દર્શન કરવા માટે   બાઇક પર નીકળેલા પરિવારને વિરારના કોપરી નાકા પાસે ગમખ્વાર અકસ્માત નડયો હતો. ભારે સ્પીડે જઈ રહેલા પાણીના ટેન્કરે બાઇકને ટક્કર મારતાં માતા અને તેના ચાર વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મુત્યુ નીપજ્યું હતું.

નાલાસોપારા-ઈસ્ટના જીવન નગર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના ધર્મેન્દ્ર પાલ, ૨૮ વર્ષની પત્ની કવિતા પાલ, ચાર વર્ષનો પુત્ર આરીવ અને સાત વર્ષના પુત્ર આયંશ સાથે સોમવારે સવારે નવરાત્રિ નિમિત્તે જીવદાની દેવીના દર્શન કરવા માટે નીકળ્યા હતા.

સવારે પોણા દસ વાગ્યાના અરસામાં  પૂર સ્પીડે આવતાં ટેન્કરે ટક્કર મારતાં  બાઇક પર સવાર ચારેય લોકો રસ્તા પર પટકાયા હતા. કવિતા પાલ તે સમયે ચાર વર્ષના પુત્ર આરીવને પકડીને બેઠી હતી. અકસ્માત દરમિયાન ટેન્કરનું વ્હીલ માતા અને પુત્ર પરથી ફરી વળતાં બન્નેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ગમગીની સાથે ગભરાટનો માહોલ સર્જાયો હતો.

વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર લાલુ તુરેએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક શમશેર ઝુબૈર અલીની ધરપકડ કરવામાં આવી છે.