નવી મુંબઈ એપીએમસી પરિસરમાં લોકોના આરોગ્ય સામે ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કચરામાંથી કાઢેલા શાક ફરી વેચાણ માટે મૂકાતા હોવાનું કૌભાંડ
અન્ન સુરક્ષા કાયદાના છડેચોક ઉલ્લંઘન સામે આકરાં પગલાં લેવા સત્તાવાળાને હાકલ
મુંબઈ - નવી મુંબઈમાં એ.પી.એમ.સી.ની જથ્થાબંદ ભાજીવાલા માર્કેટમાં કચરામાં ફેંકી દેવામાં આવતા શાકભાજીમાંતી શાક વીણીને ફરીથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રિટેલ માર્કેટોમાં વેચાણ માટે મોકલવામાં આવતું હોવાની આંચકાદાયક બાબતનો પર્દાફાશ થયો છે. આને કારણે સામાન્ય લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે.
એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસર માર્કેટ કમિટી)માં કચરામાં ફેંકી દેવામાં આવતા શાકભાજીમાંથી ગાજર, ટમેટા, ભિંડા, ફ્લાવર, લિંબડો, કોબી, ચાઈનીઝ વેજિટેબલ્સ અને ટીંડોરાનું શોર્ટિંગ કરી નાની નાની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને ફરીથી રિટેલ માર્કેટોમાં વેંચવા માટે મોકલવામાં આવે છે, એવો દાવો વેપારીઓએ કર્યો હતો.
ખુલ્લામાં ફેંકી દેવાતા શાકભાજીના કચરાના ઢગલામાંથી ઉપરની સારા લાગે એવા શાકભાજી જુદા કરી ફરીથી પેકિંગ કરવાની આ કામગીરીને લીધે અન્ન સુરક્ષા કાયદાનું છડેચોક ઉલ્લંઘન થાય છે. માથુ ફાડી નાખે એવી દુર્ગંધ ફેલાવતા કચરાના ઢગલામાંથી વણવામાં આવતા આ શાકભાજીનું સેવન કરવાથી વિષબાધાનું જોખમ રહે છે એટલું જ નહીં પેટની બીમારી કે ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
બજાર પરિસરમાં સ્વચ્છતા અને અન્ન સુરક્ષાની બાબત તરફ એપીએમસી માર્કેટના સત્તાવાળાઓને તત્કાળ પગલાં લેવાની બજારના વેપારીઓ તરફતી કરવામાં આવી છે. વેપારીઓના કહેવા મુજબ એક વાર પગલાં લેવામાં આવ્યાથી આ દૂષણ દૂર થવાનું નથી. એટલે માર્કેટ સત્તાવાળાએ સતત નજર રાખવી પડશે.




