Mumbai

વસઈ વિરારમાં સિટી બસોની હડતાલથી હજારો પ્રવાસી અટવાયા

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વસઈ-વિરારમાં ડ્રાઈવર, કંડક્ટર સહિતના પરિવહન કર્મચારીઓની હડતાળને કારણે મંગળવારે સવારથી મહાનગરપાલિકાની બસ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. પગારવધારો અને અન્ય પડતર માગણીઓને લઈને આ હડતાળ કરાઈ હતી. 36 રૂટ પર 114 બસો બંધ રહેતા 60-65 હજાર દૈનિક પ્રવાસીઓ અટવાયા હતા. રિક્ષાચાલકોએ મનફાવે તેવા ભાડાં વસૂલતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વસઈ વિરારમાં સિટી બસોની હડતાલથી હજારો પ્રવાસી અટવાયા

ડ્રાઈવર, કંડક્ટરો અન્ય કર્મીઓની વહેલી સવારથી હડતાલ

રિક્ષાચાલકોએ મોં માગ્યાં ભાડાં પડાવતાં લોકો લૂંટાયાઃ અસંખ્ય લોકોને સમયસર નોકરી ધંધા પર પહોંચવામાં વિલંબ

મુંબઈ -  વસઈ-વિરારમાં વિવિધ પડતર માગણીઓને લઈને ડ્રાઇવરો, કંડક્ટરો, ઓપરેટરો, ટેકનિશિયનો અને અન્ય પરિવહન કર્મચારીઓએ અચાનક હડતાળનું એલાન કરતાં  મહાનગરપાલિકાની પરિવહન સેવા મંગળવારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. સિવારથી શહેરના રસ્તાઓ પર મહાનગરપાલિકાની એક પણ બસ દોડી નહોતી. જેના કારણે હજારો દૈનિક પ્રવાસીઆ અટવાઈ પડયા હતા.

      વસઈ-વિરાર મહાનગરપાલિકાનો પરિવહન વિભાગ હાલમાં ૧૧૪ બસો દ્વારા ૩૬ રૃટ પર સેવા આપે છે. આમાં ૪૦ ઈ-બસોનો પણ સમાવેશ છે. સામાન્ય દિવસોમાં દરરોજ અંદાજે ૬૦ થી ૬૫ હજાર પ્રવાસીઓ આ બસ સેવાનો ઉપયોગ કરે છે. પરંતુ, હડતાળને કારણે તમામ બસો વિરાર ડેપો અને સાતિવલી ડેપોમાં જ પાર્ક કરેલી જોવા મળી હતી.

કર્મચારીઓના જણાવ્યા અનુસાર સમયસર પગાર, પગાર વધારો અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થયા છે. અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં ન આવતાં રોષે ભરાયેલા કર્મચારીઓએ આખરે મંગળવારે હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. પરિણામે સવારે ૬ વાગ્યાથી સમગ્ર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા ખોરવાઈ ગઈ હતી.

બસ સેવા બંધ રહેતાં નોકરી, વેપાર અને અભ્યાસ માટે નીકળેલા હજારો મુસાફરોને વૈકલ્પિક પરિવહનનો આશરો લેવો પડયો હતો. ઓટો રિક્ષા, ખાનગી બસો અને શેરિંગ વાહનોમાં ભારે ભીડ જોવા મળી હતી. અનેક મુસાફરોએ  રોજ કરતાં અનેકગણો  ખર્ચો કરવો પડયો હતો. કેટલાય લોકો પોતાના ગંતવ્ય  સ્થળે સમયસર પ હોંચ્યા ન હતા.

કર્મચારીઓની મુખ્ય માગણીઓેમાં અન્ય શહેરોની મહાનગરપાલિકા પરિવહન સેવાની પ્રમાણે વેતન લાગુ કરવું, કાયદા મુજબ ઓવરટાઇમ ચૂકવવો, યોગ્ય વિરામ સાથે કામના કલાકો નક્કી કરવો અને હાલની બ્લૂમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવી જેવી માગણીઓનો સમાવેશ છે. આ ઉપરાંત  કર્મચારીઓએ બોનસ અને ગ્રેચ્યુઇટીની ચૂકવણી, જમા રકમ પરત કરવાની માંગ પણ કરી છે. સાથે જ કથિત મનસ્વી નાણાકીય દંડ અને કર્મચારીઓ સામે થતી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે.