તા. ૧૩મીથી સળંગ છ દિવસ હાઈ ટાઈડ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તા. ૧૬મીએ સૌથી મોટી ભરતી આવશે
હાઈટાઈડ વખતે એક કલાકમાં બે ઈંચ વરસાદ થશે તો શહેર જળબંબાકાર બની જશે
મુંબઈ - મુંબઈમાં ૧૩ જુલાઈ થી ૧૮ જુલાઈ સુધી સળંગ સતત ૬ દિવસ સમુદ્રમાં મોટી ભરતી રહેશે. આ દરમિયાન જો મુશળધાર વરસાદ રહેશે તો શહેર જળબંબાકાર બની જશે.
દરિયામાં ભરતીના સમય દરમિયાન પાણીનો નિકાલ કરવા માટે દરિયા કિનારે ગોઠવેલા ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવે છે. આ સમય દરમિયાન જો એક કલાકમાં ૫૦ મિમિ કરતાં વધુ વરસાદ વરસે તો શહેર જળ બંબાકાર બની જશે.
ચોમાસા દરમિયાન સૌથી મોટી ભરતી ૧૬જુલાઈ ના રોજ બપોરે ૧.૩૬ વાગ્યે આવશે. આ સમયે દરિયામાં ૪.૮૯ મીટર સુધી ઊંચાં મોજાં ઉછળવાની શક્યતા છે. જે સમગ્ર ચોમાસાની સૌથી ઊંચી ભરતી ગણાશે.
આ સમયગાળા દરમિયાન સમુદ્ર નજીકના વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવાયુું છે.




