Mumbai

પોલીસની તિજોરીમાં જ ચોરીઃ ભૂતીયા જવાનોને નામે ૭ કરોડના પગારની ઉચાપત

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસ દળમાં રૂ. 6.5 કરોડના પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કારકુનોએ કાગળ પર નકલી પોલીસકર્મીઓ ઊભા કરી, તેમના નામે બેંક ખાતામાં પગાર ટ્રાન્સફર કરાવ્યો હતો. જૂની પગાર સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર વખતે વિસંગતતા જણાતા ઓડિટમાં આ કૌભાંડ બહાર આવ્યું. સમતાનગર પોલીસ સ્ટેશનમાં 5 આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસની તિજોરીમાં જ ચોરીઃ  ભૂતીયા જવાનોને નામે  ૭ કરોડના પગારની ઉચાપત

કારકુનોએ કાગળ પર જ   નકલી પોલીસકર્મીઓ ઉભા કરી દીધા

જૂની પગાર સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર વખતે વિસંગતતા જણાયા બાદ ઓડિટમાં પર્દાફાશ થયો

મુંબઈ -        મુંબઈ પોલીસ દળ દ્વારા એક ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસ દળમાં કરોડો રૃપિયાના પગાર કૌભાંડનો ખુલાસો થયો છે. પગારની રકમ પોલીસ સિવાયના વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી  હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમ  સરકારના લગભગ સાડા છ કરોડ રૃપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડ પોલીસના પગાર તેમજ અન્ય વહીવટી કામ સંભાળનારા કલાર્કો અને અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું છે. સમતાનગર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

   પોલીસ અધિકારી હોવાનો ડોળ કરીને આઠથી દસ લોકોના નામે બેંક ખાતામાં પગારની રકમ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    ઉત્તર પ્રાદેશિક વિભાગીય કાર્યાલયના પોલીસ નિરીક્ષકની ફરિયાદના આધારે , સમતાનગર પોલીસ સ્ટેશનમાં સરકાર સાથે છેતરપિંડી, પુરાવાનો નાશ અને કાવતરું જેવી વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

     તે મુજબ  જૂની પગાર સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં પોલીસ કર્મચારીઓનો ડેટા  ફેરબદલ  કરતી વખતે આ શંકાસ્પદ અનિયમિતતા પ્રકાશમાં આવી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે જે લોકો પોલીસ કર્મચારી ન હતા તેમને પોલીસ કર્મચારી તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમના નામે પગારની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં શંકા ઉભી થયા બાદ  ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓડિટમાં  વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ વચ્ચેના કેટલાક મહિનાઓ માટે પગારની રકમમાં મોટી વિસંગતતા જોવા મળી હતી.

 આ કૌભાંડમાં બોગસ કર્મચારીના  રેકોર્ડ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા? આ બોગસ કર્મચારીઓની ચકાસણી કોણે કરી? હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.