Mumbai

જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત અસહ્ય હોય છેઃ કોર્ટ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
નાસિકમાં TCS કેસમાં ગર્ભવતી નિદા ખાનને જામીન મળ્યા છે. કોર્ટે અવલોકન કર્યું કે જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત અસહ્ય છે. જજે ભગવાન શ્રીકૃષ્ણના જેલમાં જન્મનો દાખલો ટાંક્યો હતો. 5 મહિનાની ગર્ભવતી નિદાને 75,000 રૂપિયાના બોન્ડ પર જામીન અપાયા છે, જેથી બાળકને સામાજિક કલંકથી બચાવી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત અસહ્ય હોય છેઃ કોર્ટ

નિદાને જામીન આપતી વખતે અદાલતનું નિરીક્ષણ

નિદા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું ધ્યાને લઈ જામીન  આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણનો જેલમાં જન્મ થયો હતો તે દાખલો ટાંક્યો

મુંબઈ -  નાસિક ટીસીએસ કેસમાં ગર્ભવતી નિદા ખાનને જામીન આપતાં, સ્થાનિક કોર્ટે અવલોકન કર્યું કે જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત કોઈપણ મહિલા માટે અસહ્ય છે .  આ નિરીક્ષણ સાથે અદાલતે  ભગવાન કૃષ્ણના જન્મની આસપાસના સંજોગોને પણ ટાંક્યા હતા.

 જોકે તેમના આદેશમાં એડિશનલ સેશન્સ જજ (નાસિક રોડ કોર્ટ) કે.જી. જોશીએ નોંધ્યું હતું કે એકંદર તપાસ દર્શાવે છે કે ખાને સહ-આરોપીઓની મદદથી, પીડિતાને બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને તેના વૈચારિક વિચારો અને ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ બે મહિના પહેલા  ઝડપાયેલી નિદાને કોર્ટે   છઠ્ઠી જુલાઈના રોજ જામીન આપ્યા હતા, પરંતુ ગુરુવારે   વિસ્તૃત આદેશ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો, જેમાં ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે એફઆઈઆરમાં નિદા ખાનની કથિત ભૂમિકાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નિદા પાંચ મહિનાની ગર્ભવતી હોવાની દલીલને ધ્યાને રાખી અદાલતે તેની જામીન અરજી મંજૂર કરી હતી.  ન્યાયધીશે કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણની જેમ જેલમાં કોઈનો જન્મ થાય એ આઘાતજનક હોય છે તથા તેનું સામાજિક કલંક કોઈથી સહન થઈ શકે નહીં.

 આવી પીડાદાયક પરિસ્થિતિ ટાળવા અને નવજાત બાળકના સ્વાગત અને એકંદર કલ્યાણ માટે, અરજદાર-આરોપી તરફેણમાં ન્યાયિક વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો ન્યાયી અને યોગ્ય રહેશે,એમ તેમાં ઉમેર્યું હતું.

ન્યાયાધીશે કહ્યું કે સગર્ભા અરજદારને અટકાયતમાં રાખવાનો કોઈ હેતુ રહેશે નહીં કારણ કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

 કોર્ટે ખાનને ૭૫,૦૦૦ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના એક સોલવન્ટ જામીન પર જામીન મંજૂર કર્યા.