લતા મંગેશકર સાથેનું સામ્ય આશીર્વાદને બદલે અભિશાપ બન્યુું

રફી
સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં
લતાજીની
ખફગી બહોરવા કોઈ નિર્માતા કે સંગીતકાર તૈયાર નહોતા
મુંબઈ
- હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગના સાક્ષી
રહેલા વધુ એક પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરે સદેહે વિદાય લીધી છે, પણ સ્વરદેહે એ હંમેશા
સંગીતના શોખીનોના હૈયામાં જીવંત જ રહેવાના છે.
સુમન
કલ્યાણપુરનો કંઠ સ્વરસામ્રાજ્ઞાી લતા મંગેશકરને આબેહૂબ મળતો આવતો હતો. એટલે ખૂબ જ પ્રતિભાવાન
ગાયિકા હોવા છતાં તેમણે લતા મંગેશકર સાથે સરખામણી સહેવી પડી હતી. બીજું આજે એવાં અનેક
ગીતો છે જે સુમનજીએ ગાયા હોવા છતાં ઘણાં એવું માને છે કે લતાજીએ જ પ્લેબેક આપ્યું હતું.
આમ લતા મંગેશકરના અવાજ સાથે સુમનજીના અવાજનું સામ્ય તેમને માટે આશીર્વાદને બદલે અભિશાપરૃપ
બની ગયું હતું.
જ્યારે
હિન્દી ફિલ્મ જગતમાં શમશાદ બેગમ,
લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી દિગ્ગજ ગાયિકાઓનો ડંકો વાગતો હતો એ
જમાનામાં સુમન કલ્યાણપુરે પોતાની જગ્યા બનાવી હતી.
૧૯૬૦
અને ૧૯૭૦ના ગાળામાં લતા મંગેશકર અને સુમન કલ્યાણપુર વચ્ચેની સરખામણી ચરમસીમા પર
પહોંચી હતા. જ્યારે લતા મંગેશકર કોઈ ગીત ગાવાનો ઈનકાર કરે ત્યારે જ એ ગીત સુમનજીના
ભાગે આવતું હતું.
સુમન
કલ્યાણપુરે ૭૪૦ ગીતો ગાયા હતા. આમાં આજકલ તેરે મેરે પ્યાર કી ચર્ચે, આપકો હમસે બીછડે હુએ,
ન તૂમ હમે જાનો, અજહુ ન આયે બાલમા, તુમને પુકારા ઔર હમ ચલે આયે અને રહે ના રહે હમ... એમણે મોહમ્મદ રફી સાથે ૧૪૦
ગીતો ગાયા હતા અને રફી સાહેબ સાથેની તેમની જોડી સુપહરહિટ સાબીત થઈ હતી.









