Mumbai
તળાજામાં મધરાત્રે રોઝ આવી ચડયું, ગૌવંશ-શ્વાનો ભડક્યાં
By GS Team
1 Aug 20261 min read
તળાજા શહેરમાં મધરાત્રિના 11 વાગ્યા આસપાસ નીલગાય ઘૂસી આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધીજીના બાવલેથી શાકમાર્કેટ, વાવચોક અને દેવડી ચોકમાં નીલગાય દોડતી જોવા મળી હતી. ભૂલું પડેલું રોઝડું શહેરમાંથી બહાર નીકળવા દોડાદોડી કરતું હતું. કેટલાક લોકોએ બાઇક પાછળ દોડાવી તેને શહેર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

નીલ ગાયે બહાર નીકળવા દોડાદોડી કરી
મૂંઝાયેલા રોઝની પાછળ બાઈકો દોડાવાઈ, લોકોમાં ભય ફેલાયો
તળાજા - તળાજા શહેરની મધ્યે મધરાત્રિના સમયે રોઝ આવી ચડતા લોકોમાં ભય સાથે ફફડાય ફેલાયો હતો. નીલગાયને શહેરમાંથી ભગાડવા માટે કેટલાક લોકોએ બાઈકો દોડાવી હતી.
તળાજામાં રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ એક નીલગાય ગાંધીજીના બાવલેથી શાકમાર્કેટ, વાવચોક, દેવડી ચોકમાં દોડતું જોવા મળ્યું હતું. ભૂલુ પડી ગયેલું રોઝડું શહેરમાંથી બહાર નીકળવા માટે દોડાદોડી કરી રહ્યું હોય, ગૌવંશ અને શ્વાનો ડરીને રોડ પર દોડધામ કરવા લાગ્યા હતા. નીલગાયની ભાગદોડના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘણાં લોકોએ નીલગાયને શહેરમાંથી બહાર તગેડવા માટે તેની પાછળ બાઈકો દોડાવી હતી.