Mumbai

હિંગોળી શહેરની ધરતી ફરીથી ધણધણી ૨૦૨૬માં ભૂકંપની સાતમી ઘટના

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના મરાઠવાડાના હિંગોળી શહેરમાં આજે સવારે 11:26 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક ઘરોમાં છાપરાં અને વાસણો પડી ગયા હતા. સદનસીબે, કોઈ જાનહાનિના સમાચાર નથી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવધ રહેવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંગોળી શહેરની ધરતી ફરીથી ધણધણી   ૨૦૨૬માં ભૂકંપની સાતમી ઘટના

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૫ની નોંધાઇ

રિક્ટર સ્કેલ પર ૩.૫ની તીવ્રતા  ઃ  ઘરનાં છાપરાં અને વાસણો પડી ગયા

 મુંબઇ -   આજે   મહારાષ્ટ્રના મરાઠવાડાના હિંગોળી શહેર અને આજુબાજુના પરિસરની ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. ધરતીકંપના આંચકાથી હિંગોળર શહેર અને નજીકના વિસ્તારનાં લોકોમાં ભય ફેલાઇ ગયો  હતો.

  હિંગોળી જિલ્લા કલેક્ટર ઓફિસનાં સૂત્રોના કહેવા મુજબ આજે ૧૧, જુલાઇએ સવારે ૧૧ ઃ ૨૬ વાગે હિંગોળી શહેર અને નજીકના વસમત અને ઔંઢા નાગનાથ પરિસરમાં ધરતીકંપ ધણધણી  ઉઠયો  હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ  પર ૩.૫ ની નોંધાઇ હતી.

   ભૂકંપના આંચકાથી નાગરિકો તેમનાં ઘર બહાર નીકળીને ખુલ્લા મેદાની વિસ્તારમાં ભેગાં થઇ ગયાં  હતાં.  ઘણાં લોકોનાં ઘરનાં પતરાંનાં છાપરાં અને ઘરમાંનાં વાસણો પડી ગયાં  હતાં. ઘરના વીજળીના પંખા આમતેમ ડોલવા લાગ્યા હતા. પશુઓ અને પક્ષીઓમાં પણ ગભરાટ  ફેલાઇ ગયો  હતો. જોકે ભૂકંપથી કોઇ ઘરને કે દુકાનને નુકસાન થયું  હોવાના કે કોઇ વ્યક્તિને ઇજા થઇ હોવાના સમાચાર નથી મળતા.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હિંગોળીનાં નાગરિકોેને સાવધ રહેવાની અને જરૃર પડે તો ટેલિફોન દ્વારા સંપર્કમાં રહેવાની સૂચના જારી કરવામાં  આવી છે.

 જિલ્લા કલેક્ટર ઓફિસનાં  સૂત્રોના કહેવા મુજબ ૨૦૨૬ના વર્ષમાં જુલાઇ મહિના સુધીમાં હિંગોળીમાં ધરતીકંપની કુલ સાત(૭) ઘટના બની છે. હિંગોળી અને નજીકના  વસમત પરિસરમાં   છેલ્લા   ઘણા મહિનાથી ધરતીકંપ  થઇ રહ્યા છે. હિંગોળી શહેર જાણે કે ભૂકંપની સંભાવનાવાળો વિસ્તાર કે ઝોન હોય તેવી ચિંતા નાગરિકોમાં  વ્યક્ત થઇ રહી છે.