Mumbai

ઘરનો દરવાજો તોડી તેનું સ્ટ્રેચર બનાવી પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવાઈ

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
પાલઘરના કેળવે રોડ પર ભારે વરસાદથી પૂર આવ્યું હતું. હનુમાન પાડામાં રહેતી સગર્ભા પ્રિયંકા યાદવને પ્રસૂતિ પીડા ઉપડતાં, એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. સ્થાનિક સમાજસેવક ચેતન ગાવંડ અને આશા સેવિકા દિવ્યા ધરત સહિત 4-5 ગ્રામજનોએ ઘરનો દરવાજો તોડી કામચલાઉ સ્ટ્રેચર બનાવ્યું. છાતી સમાણા પાણીમાંથી સ્ટ્રેચર ખભે ઉપાડી તેને સમયસર રૂરલ હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરનો દરવાજો તોડી તેનું સ્ટ્રેચર બનાવી  પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવાઈ

એમ્બ્યુલન્સ ન હોવાથી  છાતી સમાણા પાણીમાં  ચાલવું પડયું ઃ છેવટે સફળ પ્રસૂતિ

કેળવેમાં પૂર વચ્ચે સ્થાનિકોની કામગીરી

મુંબઈ -  પાલઘર  જિલ્લાનો ધમરોળતા ગાંડાતૂર વરસાદને લીધે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે કેળવે રોડના હનુમાન પાડામાં રહેતી સગર્ભાને પ્રસૂતી પીડા ઉપડી હતી. આટલા પાણીમાં એમ્બ્યુલન્સ પહોંચે એમ ન હોવાથી ગામડાના લોકોએ એક ઘરનો લાકડાનો દરવાજો તોડી કામચલાઉ સ્ટ્રેચર બનાવ્યું હતું. સ્ટ્રેચરમાં પ્રસૂતાને સૂવડાવી સ્ટ્રેચર ખભે ઉપાડી છાતી સમાણા પાણીમાંથી રસ્તો કરી તેને સમયસર રૃરલ હોસ્પિટલમાં પહોંચાડી હતી.

કેળવે રોડની ગર્ભવતી યુવતી પ્રિયંકા રવિ યાદવને પીડા ઉપડયા બાદ સ્થાનિક સમાજસેવક ચેતન ગાવંડ અને આશા સેવિકા દિવ્યા ધરત તેમ જ બીજા ચાર-પાંચ જણાંએ ભેગા થઈ ગમે તેમ કરીને પ્રિયંકાને હોસ્પિટલ પહોંચાડવાનો નિર્ણય લીધો હતો. પૂરની સ્થિતિમાં એમ્બ્યુલન્સ આવે એમ નહોતી. આથી દરવાજાના સ્ટ્રેચરમાં સફાળે રૃરલ હોસ્પિટલમાં પહોંચાડી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછીતરત જ પ્રિયંકાએ બાળકને જન્મ આપ્યો હતો.