Mumbai

કલ્યાણમાં છાપા વેચતા ફેરીયાની પુત્રી એમબીબીએસ ડોક્ટર બની

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કલ્યાણમાં 33 વર્ષથી છાપા વેચતા વિલાસ કાંગણે અને તેમના પત્નીએ સખત મહેનતથી બાળકોને ઉચ્ચ શિક્ષિત બનાવ્યા છે. તેમની પુત્રી અનઘાએ MBBSની ડિગ્રી મેળવી ડોક્ટર બની છે, જ્યારે પુત્ર શુભમ એન્જિનિયર બની મુંબઈ મોનોરેલમાં કાર્યરત છે. માતા મંગલ કાંગણે પણ LLB થયા છે. આ પરિવારે "સખત મહેનતથી કશું જ અશક્ય નથી" તે સાબિત કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલ્યાણમાં છાપા વેચતા ફેરીયાની પુત્રી એમબીબીએસ ડોક્ટર બની

'સખત મહેનતથી કશું જ અશક્ય નથી'

વિલાસ કાંગણે અને તેમના પત્નીએ અપાર મહેનત કરી બન્ને બાળકોને ઉચ્ચ શિક્ષિત બનાવ્યા

મુંબઈ -  કલ્યાણમાં છેલ્લા ૩૩ વર્ષથી છાપા વેચતા અખબાર વિક્રેતાની પુત્રી અનઘા વિલાસ કાંગણેએ તાજેતરમાં એમબીબીએસની ડિગ્રી મેળવી અને પિતાનું સપનું સાકાર કર્યું હતું.

પુત્રી અનઘાએ એમબીબીએસની ડિગ્રી મેળવતા પિતા વિલાસ કાંગણેએ રાહતનો શ્વાસ લીધો હતો. ગંભીર નાણાકીય મુશ્કેલીઓ છતા તેમણે તેમના બન્ને બાળકોને ઉચ્ચ શિક્ષિત બનાવ્યા હતા.

વિલાસ કાંગણે મૂળ અહિલ્યા નગરના સંગમનેર તાલુકાના હાંગેવાડીના વતની છે. તેઓ ૩૩ વર્ષથી કલ્યાણ વેસ્ટમાં આગ્રારોડ પર આવેલા દક્ષિણમુખી હનુમાન મંદિર પાસે છાપાનો સ્ટોલ ધરાવે છે. આ છાપાનો સ્ટોલ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન છે. તેમ છતાં ભારે પરિશ્રમ કરી કાંગણેએ તેમની પુત્રી અનઘાને ડોક્ટર બનાવી અને તેના પુત્ર શુભમ કાંગણેને એન્જિનિયર બનાવ્યો હતો જે આજે મુંબઈ મોનોરેલમાં કામ કરે છે.

અનઘાએ ઓક હાઈસ્કૂલમાંથી શાળાનું શિક્ષણ પરું કર્યા બાદ કલ્યાણની બિરલા કોલેજમાં આગળનો અભ્યાસ કર્યો. માતા-પિતાના અવિરત સંઘર્ષને જોઈ અનઘાને સતત બળ મળતું અને તેણે એમબીબીએસની ડિગ્રી મેળવવાનો દૃઢ સંકલ્પ કર્યો. અનઘા જણાવે છે કે સખત મહેનતથી કાંઈ પણ અશક્ય નથી. અનઘાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી પ્રેરિત થઈ તેની માતા મંગલ વિકાસ કાંગણેએ પણ આગળનો અભ્યાસ શરૃ કરી ગયા જ વર્ષે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમણે જાન્યુઆરી ૨૦૨૬માં વકીલ તરીકેની પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ પણ ેમેળવ્યું હતું અને હવે વકીલ તરીકે કામ કરવાનું પણ શરૃ કર્યું છે.

વિલાસ કાંગણે પુત્રીને મેળવેલી સફળતાથી ખૂબ જ ખુશ થયા છે. તેમણે જણાવ્યું હતું કે અખબારના વેચાણ દ્વારા બન્ને બાળકોને ઉચ્ચ શિક્ષિત બનાવવા એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.