મહારાષ્ટ્રમાં વર્ષારાણીનું આગમન મુંબઇમાં 4-5 દિવસ લાગશે

મુંબઇમાં
બપોરે ગરમી -ઉકળાટ, રાતે - વહેલી સવારે
વરસાદનો સંકેત
મહારાષ્ટ્રના
૧૫ જિલ્લામાં ગાજવીજ, તોફાની પવન સાથે વરસાદનું
યલો એલર્ટ જારી ઃ વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ
મુંબઇ -
હવામાન વિભાગે એવી
માહિતી આપી છે કે આજે ૨૦૨૬ની ૬, જૂને નૈઋત્યની વર્ષા ઋતુનું ભીનું
ભીનું આગમન મહારાષ્ટ્રમાં થઇ ગયું છે.
હજી બે દિવસ પહેલાં ૪, જૂને જ ચોમાસાનું આગમન કેરળના
સમુદ્રમાં થયું છે. આમ ફક્ત બે જ દિવસમાં વર્ષા ઋતુંનું રૃમઝૂમ આગમન કેરલમથી છેક
મહારાષ્ટ્ર સુધી આવી પહાંચ્યું છે.
હજી ગઇકાલે ૫, જૂને
ચોમાસાનું આગમન ગોવામાં થયું છે. આજે
એક જ દિવસમાં મેઘરાજાની સવારી
ગોવાથી મહારાષ્ટ્રના આંગણે આવી પહોંચી છે.
એટલે
કે હાલ તમામ કુદરતી પરિબળો ઘણાં સાનુકુળ
હોવાથી વર્ષા ઋતુનો દક્ષિણ ભારતથી ઉત્તર ભારત
તરફનો પ્રવાસ બહુ ઝડપભેર આગળ વધી
રહ્યો હોવાનું સાનુકુળ ચિત્ર ઉપસી રહ્યું
છે.
હવામાન
વિભાગે એવી માહિતી પણ આપી છે કે આજે ૬, જૂને નૈઋત્યના ચોમાસાની ઉત્તરી રેખા મહારાષ્ટ્રના
દેવગઢ, કોપ્પાલ, અનંતપુરમુ, ચેન્નાઇ, ઐઝવાલ
પરથી પસાર થઇ રહી છે. હજી આવતા ૨ -૩ દિવસ દરમિયાન ચોમાસુ અરબી સમુદ્રના
વધુ વિસ્તારોમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તલંગણા, તામિલનાડુના અને બંગાળના બાકી રહેલા વિસ્તારોમાં પણ વધુ આગળ
વધે તેવાં તમામ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે.
હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી
ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે ગુજરાત
સમાચારને એવો વરતારો આપ્યોે છે કે આજે નૈઋત્યની વર્ષા ઋતુ મહારાષ્ટ્રના
કોંકણના સિંધુદુર્ગ સુધી આવી
પહોંચી છે. હાલ સિંધુદુર્ગ અને રત્નાગિરિમાં પ્રમાણમાં
સારો વરસાદ વરસી રહ્યો છે. હાલ હાલના તબક્કે તો તમામ કુદરતી પરિબળો સક્રિય
અને સાનુકુળ રહ્યાં છે. આમ છતાં ચોમાસાને
મુંબઇના આંગણા સુધી આવવા માટે પવનની દિશા અને ગતિ, સમુદ્રમાંનો કરન્ટ, સતત વરસાદ વગેરે પરિબળો પણ
રહેવાં જરૃરી છે. આ દ્રષ્ટિએ
મેઘરાજાને મુંબઇ સુધી આવતાં હજી કદાચ ચાર
-પાંચ દિવસ ( ૧૦, જૂન બાદ) થાય તેવી સંભાવના ખરી.
બીજીબાજુ હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૭થી ૧૦, જૂન) દરમિયાન મહારાષ્ટ્રના ૧૫ જિલ્લામાં મેઘગર્જના, વીજળીના કડાકાભડાકા, તોફાની પવન(૪૦ -૫૦ કિ.મી) સાથે
વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી
પરિબળો ઘુમરાઇ રહ્યાં
છે.
આવતા
૪૮ કલાક દરમિયાન મુંબઇમાં બપોરે ગરમી
-ઉકળાટ રહેવાની, જ્યારે રાતે અને વહેલી સવારે વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના છે.
કોંકણ(
મુંબઇ, થાણે,
પાલઘર, રાયગઢ, રત્નાગિરિ,
સિંધુદુર્ગ -- યલો એલર્ટ), મધ્ય મહારાષ્ટ્ર(
નાસિક, જળગાંવ, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા,
સાંગલી, સોલાપુર-- યલો એલર્ટ), મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર,
ધારાશિવ -- યલો એલર્ટ)માં
ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાવાની સંભાવના
છે.
સાથોસાથ વિદર્ભના અકોલા, અમરાવતી,
બુલઢાણા, ભંડારા, ચંદ્રપુર,
ગઢચિરોળી, ગોંદિયા, નાગપુર, વર્ધા,
વાશીમ, યવતમાળ જિલ્લામાં અતિ ભારે મેઘગર્જના,
વીજળીના પ્રચંડ કડાકા, ભારે તોફાની પવન( ૫૦ -૬૦
કિ.મી) નું જબરું ત્રેખડ સર્જાય તેવી શક્યતા છે.




