Mumbai

તહેલકાના તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં દસ વર્ષની કેદ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે તહેલકાના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલને 2013ના બળાત્કાર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. મુંબઈમાં હાઈકોર્ટે ગોવા ટ્રાયલ કોર્ટનો નિર્દોષ ઠેરવતો ચુકાદો પલટાવ્યો. પીડિતાના ઈનકાર છતાં તેજપાલે હરકતો ચાલુ રાખી હતી તેની કોર્ટે નોંધ લીધી. તેને રૂ.10 લાખનો દંડ પણ ફટકારાયો છે અને 2 સપ્તાહમાં શરણે આવવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેલકાના તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં દસ વર્ષની કેદ

૨૦૧૩ના કેસમાં નિર્દોષ ઠેરવતો નીચલી કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે પલટાવ્યો

 પીડિતાના ઈનકાર છતાં તેજપાલે પોતાની હરકતો  ચાલુ  રાખી હતી તેની કોર્ટે નોંધ લીધીઃ બે સપ્તાહમાં સરન્ડર કરવા  આદેશ

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે ગુરુવારે તહેલકાના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલને ૨૦૧૩ના બળાત્કાર કેસમાં  દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. અગાઉ ગોવાની ટ્રાયલ બેન્ચે  ૨૦૨૧માં તેજપાલને આ કેસમાં નિર્દોષ ઠેરવ્યા હતા પરંતુ હાઈકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો પલ્ટાવી દીધો છે. નીચલી કોર્ટના ચુકાદા સામે ગોવા સરકારે અપીલ કરી હતી તેને હાઈકોર્ટે બહાલ રાખી છે.

જસ્ટિસ નીલા ગોખલે અને અમિત જામસાંડેકરની ડિવિઝન બેન્ચે તેજપાલને રૃ.૧૦ લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો.

પીડિતાના ઈન્કાર છતાં તેજપાલે પોતાની હરકતો ચાલુ રાખી હતી અનેે તેને આ ગુનાનો કોઈ પસ્તાવો પણ ન હતો એ વાત નીચલી કોર્ટે નજરઅંદાજ કરી છે તેવી ગોવા સરકારની દલીલ હાઈકોર્ટે માન્ય રાખી હતી. અદાલતે તેમને આઈપીસીની કલમ ૩૭૬ (૨) (એફ) તથા ૩૭૬ (૨) (કે) અનુસાર બળાત્કાર તથા જાતીય સતામણી માટે દોષિત ઠેરવ્યા હતા. તેજપાલને શરણે આવવા માટે બે સપ્તાહનો સમય અપાયો છે.

 બધી સજાઓ એકસાથે ચાલશે જેનો અર્થ એ થશે કે તેજપાલને કુલ ૧૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે. આ સજા સંભળાવાઈ ત્યારે તેજપાલ કોર્ટ રુમમાં રુબરુ હાજર હતા.

આ કેસ ૨૦૧૩નો  છે.  મૂળ આરોપ મુજબ તેજપાલે ગોવાની એક હાઈ એન્ડ હોટલની લિફ્ટમાં તેમની જુનિયર સાથીદાર મહિલા પત્રકાર પર જાતીય હુમલો કર્યો હતો.  નવેમ્બર ૨૦૧૩ માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જુલાઈ ૨૦૧૪ માં તેને જામીન  અપાયા હતા.

તેજપાલ વિરુદ્ધ ટ્રાયલ ૨૦૧૭ માં શરૃ થઈ હતી. મે ૨૦૨૧ માં  ગોવાના માપુસાનાં એડિશનલ સેશન્સ જજ ક્ષમા જોશી દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો,જેમણે તેજપાલને નિર્દોષ જાહેર કર્યા હતા.

ન્યાયાધીશે તર્ક આપ્યો કે બળાત્કાર કેસની તપાસ કરનાર તપાસ અધિકારીએ ઘણી ભૂલો કરી હતી અને ફરિયાદ પક્ષ તેમના ચુકાદામાં સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે નિર્દોેષ છૂટકારો કરતા આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

નીચલી કોર્ટના ચુકાદાને પડકારતાં ગોવા સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે નીચલી કોર્ટનો ચુકાદો ખરાબ નિષ્કર્ષનો એક ક્લાસિક કિસ્સો છે. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે તો આરોપીને બદલે પીડિતાને જ આરોપીના પાંજરામાં ઊભી રાખી દીધી હોય તેવો  વ્યવહાર કર્યો હતો. તેજપાલે એવી દલીલ કરી હતી કે પીડિતાનું નિવેદન અવિશ્વસનીય છે અને બનાવ અંગે કોઈ સીસીટીવી પુરાવો નથી. તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ પણ નથી.

તેજપાલના વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવા માટે સજા પર આઠ સપ્તાહનો સ્ટે મૂકવા વિનંતી કરી હતી પરંતુ અદાલતે શરણે આવવા માટે બે સપ્તાહનો જ સમય આપ્યો હતો.