Mumbai

એસઆઈઆરના બોજ, સતત ફોનકોલ્સથી ત્રાસી શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં સરકારી શાળાના શિક્ષકો પર મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરીનો બોજ લાદવામાં આવ્યો છે. આ કામગીરી અને નાગરિકોના સતત ફોન કોલ્સથી કંટાળી વિક્રોલીની એક શિક્ષિકાએ ઊંઘની 7 ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શાળાના આચાર્ય દ્વારા મીડિયા પોસ્ટ શેર કરાતા તેમને વધુ લાગી આવ્યું હતું. હાલ તેઓ ભયમુક્ત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસઆઈઆરના બોજ, સતત ફોનકોલ્સથી ત્રાસી શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ

શાળાઓના સર અને મેડમ માટે 'સર'નો આકરો બોજ

દિવસભર નાગરિકોના ફોન કોલ્સનો જવાબ આપી થાકી ગયાં, ઉંઘની ગોળી ખાઈ જીવન ટૂંકાવવા પ્રયાસ

મુંબઇ -  સરકારી શાળાઓનાં શિક્ષકો પર  મતદાર યાદીનાં સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝનની કામગીરીનો બોજ લાદી દેવાતાં તથા આ માટે આ શિક્ષકો તથા શિક્ષિકોના અંગત મોબાઈલ નંબર પણ જાહેર કરી દેવામાં આવતાં અસંખ્ય શિક્ષકો તથા શિક્ષિકાઓ ભારે કાર્યબોજ તથા નાગરિકોના સતત ફોનકોલ્સથી ત્રાસ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે વિક્રોલીનાં એક શિક્ષિકાએ એસઆઈઆરના વર્કલોડ તથા વારંવાર ફોન કોલ્સથી ત્રાસી ઉંઘની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વિક્રોલી  પોલીસને આપેલા એક નિવેદનમાં, શિક્ષિકાએ જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત સુધી ઘાટકોપરમાં એસઆઇઆર ડયુટી બજાવીને અને દિવસભર નાગરિકોના ફોન કોલ્સનો જવાબ આપીને તેઓ થાકી ગયા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે સોમવારે સવારે  તેમની શાળાના આચાર્યએ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવેલ મીડિયા પાસેનો સ્ક્રીનશોટ શેર  કર્યો હતો. આ પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે ત્યારે શિક્ષકોને બિન-શૈક્ષણિક કાર્ય કેમ સોંપવામાં આવી રહ્યું છે. આ સંદેશથી  તેમને બહુ લાગી આવ્યું હતું.

શાળાએ  પહોંચ્યા પછી તેમણે કથિત  રીતે ઉંઘણી સાત ગોળીઓ ખાઇ લીધી હતી. ત્યાર બાદ બેભાન થઇ જતા પહેલા તેમણે શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા સાથે આ બાબતે ચર્ચા કરી હતી. શિક્ષિકાના સાથીદારો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી અને હાલ તેઓ ભયમુક્ત અને સ્વસ્થ છે.

 શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ ઘટનાને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી સરકારને શિક્ષકો, ખાસ કરીને  મહિા શિક્ષકો પરનો વધુ પડતો કામનો બોજ ઘટાડવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. જ્યારે શિક્ષક ભારતીના કાર્યકારી પ્રમુખ સુભાષ મોરેએ એવો દાવો કર્યો હતો કે આ શિક્ષિકાએ વ્યક્તિગત મુશ્કેલીઓને કારણે બીએલઓ તરીકેની અને એસઆઇઆર ફરજમાંથી મુક્તિ મેળવવાની વિનંતી કરી હતી.