Mumbai

તબુ પર્સનાલિટી રાઇટ્સ માટે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, અભિનેત્રી તબુએ ડિજિટલ સ્પેસમાં પોતાની ઓળખના દુરુપયોગ સામે રક્ષણ મેળવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ જ્યોતિસિંહે સુનાવણી 6 ઓગસ્ટ સુધી મુલતવી રાખી. અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને સલમાન ખાન જેવા અનેક કલાકારોએ અગાઉ પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ મેળવ્યું છે, કારણ કે AI દ્વારા નકલી વીડિયો અને તસવીરો બનાવવાની પ્રવૃત્તિ વધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તબુ પર્સનાલિટી રાઇટ્સ માટે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી

ડિજિટલ  સ્પેસમાં પર્સનાલિટીના દુરુપયોગની ચિંતા

અનિલ કપૂર, ઐશ્વર્યા રાય સહિતના અનેક કલાકારો આ રક્ષણ મેળવી ચૂક્યા છે                   

મુંબઈ -  પોતાની ઓળખ, નામ અને સમાનતાનો દુરુપયોગ ટાળવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે  હિરોઇન તબુએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ આ અરજીમાં બચાવપક્ષની વિગતોનો યોગ્ય ઉલ્લેખ થયો ન હોઇ જસ્ટિસ જ્યોતિસિંહે આ કેસની સુનાવણી છ ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.

પોતાના નામ, તસવીર, અવાજ અને ઓળખના અન્ય પાસાંઓનો દુરુપયોગ ડિજિટલ સ્પેસમાં કરવામાં ન આવે તે માટે ઘણી હસ્તીઓએ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કોર્ટ દ્વારા તેમને સંરક્ષણ આપવામાં આવ્યું છે.

અગાઉ અનિલ કપૂર તથા ઐશ્વર્યા રાય સહિતના અનેક સિને સ્ટાર્સ આવું રક્ષણ મેળવી ચૂક્યા છે. સલમાન ખાને પણ તેના પર્સનાલિટી રાઇટ્સ માટે આવો દાવો નોેંધાવેલો છે.

એઆઇ દ્વારા કોઇપણ વ્યક્તિના ગમે તેવા વિડિયો કે તસવીરો બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ વધી જવાને પગલે ફિલ્મ સ્ટાર્સે તેમના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે અદાલતમાંથી આદેશ મેળવ્યા છે.