નીટ કેસમાં એનટીએના બે અધિકારીઓ પર શંકાની સોય

અધિકારીો આરોપી પ્રોફેસરોના સંપર્કમાંં
વિષય નિષ્ણાત આરોપીએ પોતપોતાના વિષયનાં પેપર લીક કર્યાં હતાં
મુંબઈ - દેશભરમાં ખળભળાટ મચાવનારા નીટ પેપર લીક કેસમાં એનટીએના બે અધિકારીઓ સીબીઆઈના રડાર પર છે. આ કેસમાં મહારાષ્ટ્રના પ્રો. કુલકર્ણી, બાયોલોજી લેક્ચરર મનીષા માંઢરે અને બ્યુટિશિયન મનીષા વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. પુરાવા મળ્યા છે કે એનટીએના અધિકારીઓ માંઢરે અને વાઘમારેના સંપર્કમાં હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છ
પેપર લીકનો માસ્ટરમાઇન્ડ પી. વી. કુલકર્ણી લાતુરની દયાનંદ કોલેજમાં ૨૮ વર્ષથી પ્રોફેસર હતા અને હાલમાં પુણેમાં રહે છે. તેણે રસાયણશાનું પેપર લીક કર્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે નાસિકથી ધરપકડ કરાયેલ શુભમ ખૈરનાર તેના સાથીઓની મદદથી બાયોલોજીના પેપર લીક કરી રહ્યો હતો.
પ્રો. કુલકર્ણી સાત વર્ષથી પેપર સેટ કરી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે પી. વી. કુલકર્ણીએ રસાયણશા અને બાયોલોજીના પ્રશ્નપત્રો લીક કરીને મોટેગાંવકરને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે કુલકર્ણી ૨૦૧૯થી એનટીએમાં પેપર સેટર છે. તેણે વિષય નિષ્ણાત તરીકે શરૃઆત કરી હતી અને બાદમાં વેઇટિંગ ટીમ સુધી પહોંચ્યા હતા. નિષ્ણાતો તેમના વિષય માટે પ્રશ્નો તૈયાર કરે છે. જે પેપરના પાંચ સેટ બનાવે છે. વેઇટિંગ ટીમ છેલ્લા બે સેટ નક્કી કરે છે.જે છાપવામાં આવે છે. કુલકર્ણી મરાઠી ભાષાંતર પણ કરી રહ્યા હતા. તેમને આ બંને કાર્યો કોણે આપ્યા તે શોધવા માટે પણ તપાસ ચાલી રહી છે. એવું પણ બહાર આવ્યું છે કે નિષ્ણાત સામાન્ય રીતે ફક્ત એક જ કામ કરે છે. શું એનટીએમાં તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી હતી કે શું ત્યાં કોઈ બીજું તેને મદદ કરી રહ્યું હતું? એની તપાસ પણ ચાલી રહી છે.
ે.




