બેંકોકથી રૃ.83.4 લાખના ગાંજાની દાણચોરી સંબંધે સુરતના યુવકની ધરપકડ

આંતરરાષ્ટ્રીય
ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટનો પર્દાફાશ
આઠ
પેકેટ ગાંજો બેગની નીચે પોલાણ કરી પ્લાસ્ટિક બોર્ડથી સીલ કરવામાં આવ્યો
મુંબઈ -
મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે બેંકોકથી આવેલા સુરતના એક યુવકના સામાનમાં છુપાયેલા ડબ્બામાંથી
૮૩.૪૦ લાખ રૃપિયાની કિંમતનો ૮૩૪ ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો કથિત રીતે જપ્ત કર્યા
બાદ તેની ધરપકડ કરી હતી. અધિકારીઓને શંકા છે કે તે મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ
સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે અને અન્ય વ્યક્તિઓની સંડોવણીની તપાસ કરી રહ્યા છે.
કસ્ટમ્સ
સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ બેંકોકથી મુંબઈના
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા પછી સ્પોટ પ્રોફાઇલિંગના
આધારે ગુજરાતના સુરતના રહેવાસી એમ.બી.સુતરિયા (૩૬)ને અટકાવ્યો હતો.આ પેસેન્જરને આગમન હોલના એક્ઝિટ ગેટ પાસે અટકાવવામાં આવ્યો
હતો.
ત્યારબાદ
પ્રવાસીના સામાનની તપાસ કરવામાં આવી હતી.કસ્ટમ્સ અધિકારીએ બેગમાંથી બધી સામગ્રી
કાઢી નાખી હતી. તપાસ દરમિયાન બેગની નીચે
એક ગુપ્ત પોલાણ મળી આવ્યું હતું. જેને
યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યું હતું અને વાદળી રંગના પ્લાસ્ટિક બોર્ડથી સીલ કરવામાં
આવ્યું હતું. અધિકારીએ પ્લાસ્ટિક બોર્ડ તોડી નાખ્યું હતું. ત્યારે ગુપ્ત પોલાણમાંથી આઠ પ્લાસ્ટિક
પેકેટ મળી આવ્યા હતા.
આઠ પેકેટ ખોલતાં દરેક પાઉચમાં સેલોટેપથી લપેટેલા
હવાચુસ્ત પારદર્શક પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. એમાં ગાંજો હતો. જે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ
એક્ટ હેઠળ આવરી લેવામાં આવતું નાર્કોટિક ડ્રગ્સ છે.આ ગાંજાનું કુલ વજન ૮૩૪ ગ્રામ હતું. એની કિંમત ૮૩.૪૦ લાખ રૃપિયા હતી. આરોપી યુવકે તેને
ભારતમાં દાણચોરી કરીને લાવ્યો હતો. સુતરિયાને સમન્સ પાઠવવામાં આવ્યું અને તેનું
સ્વૈચ્છિક નિવેદન નોંધવામાં આવ્યું હતું. એમાં તેણે સ્વીકાર્યું હતું કે તે
સંપૂર્ણપણે વાકેફ હતો કે ભારતમાં ગાંજો અને અન્ય માદક દ્રવ્યોની દાણચોરી કડક સજાને પાત્ર છે. તેણે સરળતાથી અને ઝડપી
પૈસા કમાવવા માટે આ કૃત્ય કર્યું હતું.









