ડોક્ટરોને ફટકારનારા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્હાત્રેનેત્રણ દિવસમાં શરણે થઈ જવા ફરમાન
સુપ્રીમ કોર્ટની ચોખ્ખી વાતઃ લોકોની સેવા કરનારા તબીબો પરના હુમલાને કોઈ કાળે સાંખી ન શકાય
મુંબઈ - ડોમ્બિવલીમાં ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ પર હુમલાના કેસમાં શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને મંજૂર કરાયેલા જામીન સુપ્રીમ કોર્ટે સોમવારે રદ કર્યા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. મ્હાત્રેને ત્રણ દિવસમાં શરણે થવા જણાવાયું છે.
૬ જુલાઈના રોજ ડોમ્બિવલીમાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરવાના આરોપમાં મ્હાત્રેની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી.
જોકે સેશન્સ કોર્ટે ૧૪ જુલાઈના રોજ તેમને જામીન આપ્યા હતા, પરંતુ બોમ્બે હાઈકોર્ટે ૧૮ જુલાઈ, શનિવારે યોજાયેલી ખાસ બેઠક બાદ આ બાબતની સ્વેચ્છાએ દખલ લીધી અને જામીનના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
૭ ઓગસ્ટના રોજ હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લીધો અને કડક શરતોને આધીન મ્હાત્રેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટે કેસને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો અને તપાસ પૂર્ણ કરવા, ચાર્જશીટ દાખલ કરવા અને ટ્રાયલ આગળ વધારવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી. હાઈકોર્ટે મ્હાત્રે સામે ચાર્જશીટ ન મૂકાય ત્યાં સુધી તેમને રાજ્ય બહાર રહેવા પણ આદેશ આપ્યો હતો.
મ્હાત્રેએ તેમના પર લાદવામાં આવેલી કડક શરતો અંગે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. રાજ્ય સરકારે પણ જામીનને પડકારતી અલગથી અપીલ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ૭ સપ્ટેમ્બરના રોજ, મ્હાત્રેએ પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી.
કોર્ટે મહારાષ્ટ્રમાં ડોકટરો પર વારંવાર થતા હુમલાઓનો પણ વિરોધ કર્યો અને નોંધ્યું કે આવા હુમલાઓ પાછળ સમાન વિચારધારા ધરાવતા લોકોનો હાથ હતો. શિવસેનાના કાર્યકરો દ્વારા ડોકટરો પર હુમલો કરવાના એક અલગ ઘટનાનો ઉલ્લેખ કોર્ટે કર્યો હતો.
કોર્ટે તે દિવસે રાજ્યની અપીલ પર નોટિસ જારી કરી અને મ્હાત્રેને પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.
ત્યારબાદ કોર્ટે આજે માત્રેના જામીન રદ કરતા પહેલા આ મામલાની સુનાવણી કરી હતી.




