રહે ના રહે હમ મહેકાં કરેગેંના ગાન સાથે સુમન કલ્યાણપૂર પંચમહાભૂતમાં વિલીન

સાંતાક્રુઝ
સ્મશાનમાં યાદગાર ગીતો સાથે અંતિમ વિદાય
મુંબઇ
- પાર્શ્વ ગાયિકા તરીકેની લાંબી
કારકિર્દી દરમ્યાન હિન્દી, મરાઠી અને ગુજરાતી સહિતની
ભાષાઓમાં અનેક યાદગાર ગીતો આપીને સ્વરસ્થ થયેલા મશહૂર પાર્શ્વગાયિકા પદ્મભૂષણ સુમન કલ્યાણપુરને આજે સાંતાક્રુઝ
સ્મશાનભૂમિમાં સંપૂર્ણ શાસકીય સન્માન સાથે સૂરમય માહોલમાં અંતિમ વિદાય આપવામાં આળી
હતી.
પદ્મભૂષણથી
સન્માનિત સુમન કલ્યાણપૂરની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ
સદ્ગતના
પાર્થીવ દેહને તેમના નિવાસસ્થાનેથી ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં સાંતાક્રુઝ સ્મશાનભૂમિમાં
લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પદ્મ પુરસ્કારથી સન્માનિત સુમન કલ્યાણપુરને પોલીસની ટુકડીને
બંદુકમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને ગન સેલ્યૂટ આપી હતી. સ્મશાનભૂમિમાં સદ્ગત ગાયિકાના
પરિવારજનો, સગાસંબંધી તેમજ ફિલ્મ સંગીત ક્ષેત્રની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
અનેક યાદગાર ગીતોથી ફિલ્મ સંગીતના શોખીનોનું મન
તરબતર કરી વિદાય લઇ ચૂકેલા પાશ્વગાયિકાની અંતિમવિધિ વખતે જ્યારે તેમના ચાહકોએ
તેમનું જ યાદગાર ગીત ગાયું 'રહે ના રહે હમ મહેકા કરેંગે'... ત્યારે વાતાવરણ અત્યંત ભાવસભર બની ગયુ ંહતું અને સદ્ગતની પુત્રી રીતસર
ભાંગી પડી હતી. પાર્શ્વગાયક સુરેશ વાડકરે પણ સુમનજીનું ગીત ગાયું હતું.
સુમન
કલ્યણપુરનું ગઇકાલે ૮૯ વર્ષની જૈફ વયે ઊંમરને લગતી વ્યાધીને લીધે મૃત્યું થયું હતું.
૨૦૨૬માં બે મોટા ગજાના પાર્શ્વગાયિકાએ વિદાય
લીધી હતી આશા ભોંસલે અને સુમન કલ્યાણપુરેએ આશા ભોસલેની જેમ સુમનજી પણ છેલ્લે સુધી સક્રિય
રહ્યાં હતા.
લતા
દીદીને ગાઢ બહેનપણી ગણતાં હતાં
ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં લતા મંગેશકરને ખરો દબદબો
હતો. સુમન કલ્યાણપુર કહેતા કે હું પણ
લતાદીદીના અવાજની ભક્ત છું. લતાજીને તેઓ ગાઢ પહેનપણી ગણતા હતા એમ થોડા વખત પહેલાં
એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું. લતા મંગેશકર સાથે તેમણે
'ચાંદ' ફિલ્મમાં એક ડયુએટ ગીત ગાયું હતું.
સુમન કલ્યાણપુરે હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, રાજસ્થાની,
અસમી, કન્નડ અને ઉડિયા ભાષામાં પણ ગીતો ગાયા હતા.
અંધેરી લોખંડવાલા સ્થિત નિવાસસ્થાને શાંતિથી જીવન
વિતાવતા સુમન કલ્યાણપુર છેલ્લાં દિવસોમાં પોતે ગાયેલા ગીતો સાંભળીને સમય પસાર કરતા
હતા.
મરાઠી ભાષામાં દિવંગત ગાયિકાની જીવની લખનારી લેખિકા
મંગલા ખાડીલકરે જણાવ્યું હતું કે વધતી ઉંમરને લીધે શરૃ થયેલી શારીરિક તકલીફોને
લીધે તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. સુમનજીએ પાર્શ્વગાયિકા તરીકે ૬૦ વર્ષની
લાંબી કારકિર્દી દરમિયાન ભલે ઓછા પણ યાદગાર ગીતો ગાયા હતા. બહુમુખી પ્રતિભાના ધની
ગાયિકાએ ગેર ફિલ્મી ગીતો એટલે કે ભજન,
ઠુમરી ગઝલ અને ભક્તિ સંગીતમાં પણ મધુર કંઠ રેલાવ્યો હતો.




