પહેલીવાર એકસાથે ચાર ધોરણનાં પાઠયપુસ્તકોમાં ફેરફાર
સીબીએસઈમાં ધો.૮ના પુસ્તકમાં અગાઉ છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ દોઢ પેજમાં
હતો, હવે ૨૦ પાનાંનો પાઠ
મુંબઈ - મહારાષ્ટ્રમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) અનુસાર શૈક્ષણિક
વર્ષ ૨૦૨૬-૨૭થી ધોરણ ૨, ૩, ૪ અને ૬ના પાઠયપુસ્તકોમાં મોટા
ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના પાઠયપુસ્તક નિર્માણ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ
'બાલભારતી' દ્વારા તૈયાર કરાયેલા આ નવા
પુસ્તકો વિદ્યાર્થીઓને શાળાના પ્રથમ જ દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાલભારતીના હીરક મહોત્સવ વર્ષમાં પ્રથમ વખત એક
જ વર્ષે ચાર ધોરણોના પાઠયપુસ્તકોમાં વ્યાપક બદલાવ કરવામાં આવ્યા છે.
નવા અભ્યાસક્રમ હેઠળ તૈયાર
કરાયેલા પુસ્તકોમાં પાઠની શરૃઆતમાં અપેક્ષિત શૈક્ષણિક પરિણામો (લનગ આઉટકમ્સ)
દર્શાવવામાં આવ્યા છે, જ્યારે શિક્ષકો માટે અલગ માર્ગદશકા પણ આપવામાં આવી
હોવાનું જાણવા મળ્યું છે. પાઠયપુસ્તકોમાં ક્યૂઆર કોડ દ્વારા ઈ-કોન્ટેન્ટની સુવિધા
ઉમેરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ મોબાઇલથી કોડ સ્કેન
કરીને સમગ્ર પાઠ અને વધારાની શૈક્ષણિક સામગ્રી મેળવી શકશે.
પુસ્તકોની રચના દરમિયાન વિષય
નિષ્ણાતો, સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઈઆરટી), કાનૂની નિષ્ણાતો તથા દિવ્યાંગ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માર્ગદર્શન
લેવામાં આવ્યું છે. ભારતીય જ્ઞાાન પરંપરા, સ્થાનિક સંદર્ભાે,
પ્રવૃત્તિઓ, સંકલ્પનાચિત્રો અને કોષ્ટકો
દ્વારા અભ્યાસને વધુ રસપ્રદ અને પ્રયોગાત્મક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શિક્ષણને માત્ર પાઠય જ્ઞાાન પૂરતું ન રાખીને જીવનકૌશલ્યો સાથે જોડવાનો ઉદ્દેશ્ય પણ
આ સુધારાઓ પાછળ છે.
દરમિયાન સીબીએસઈના ધોરણ-૮ના ઇતિહાસના પાઠયપુસ્તકમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર
કરવામાં આવ્યો છે. અગાઉ છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા સામ્રાજ્ય અંગે માત્ર દોઢ
પાનાનો ઉલ્લેખ હતો, પરંતુ મહારાષ્ટ્ર સરકારની રજૂઆત બાદ હવે 'મરાઠા સામ્રાજ્ય અને છત્રપતિ શિવાજી મહારાજ' વિષયને
આશરે ૨૦ પાનામાં વિસ્તૃત રીતે સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી દાદા ભુસેના
જણાવ્યા મુજબ આ નવા પાઠમાં છત્રપતિ શિવાજી
મહારાજના જીવન, રાજ્યવ્યવસ્થા, લશ્કરી
કૌશલ્ય અને ઐતિહાસિક યોગદાનની વિગતવાર માહિતી સમાવાઈ છે, જેથી
દેશભરના વિદ્યાર્થીઓને તેમના કાર્યનો વધુ વ્યાપક પરિચય મળી શકે.


