૯મીએ શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન, શિક્ષણ કાર્ય ખોરવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માસ સીએલનું એલાન અપાઈ શકે
શિક્ષણ વિભાગની શાળાઓને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સૂચનાચ
મુંબઈ - મહારાષ્ટ્રમાં ૯ જુલાઈએ શિક્ષકોના રાજ્યવ્યાપી આંદોલનને પગલે શાળાઓ બંધ રહેશે તેવી ચર્ચાઓ જામી છે. તે વચ્ચે જ સ્કૂલ શિક્ષણ વિભાગે ે તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓને નિયમિત રીતે ચાલુ રાખવા અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય યથાવત્ ચાલુ રાખવા સૂચના આપી છે.
શિક્ષકો અને શિક્ષકેત્તર કર્મચારીઓ વિવિધ પ્રલંબિત માગણીઓ તેમજ ટીઈટી સંબંધિત મુદ્દાઓને લઈને નવમી જુલાઈએ રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ અને સામૂહિક રજાનું આયોજન કરી રહ્યા છે. બીએલઓનું કામ, સંચમાન્યતાના પ્રકરણ, ટીઈટી, પદોન્નતી વગેરે કારણે શિક્ષકોમાં ભારે રોષ છે.
શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાળા સંચાલકોને વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઈ શિક્ષણકાર્યમાં વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા સૂચના આપી છે. વિભાગે વાલીઓને પણ અફવાઓ પર વિશ્વાસ ન રાખી સત્તાવાર સૂચનાઓને જ માન્ય ગણવા અપીલ કરી છે. આથી શિક્ષકોનું આંદોલન થઈ શકે છે, છતાં સ્કૂલો પણ ચાલું જ રહેશે, એવું ચિત્ર હાલ છે.




