Mumbai

સિદ્ધાંત ચતુર્વેદીએ મુંબઈમાં 14 કરોડનો ફલેટ ખરીદ્યો

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
'ગલીબોય' ફેમ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ મુંબઈના જુહુમાં 19.91 કરોડ રૂપિયાનો ભવ્ય ફ્લેટ ખરીદ્યો છે. 19 જૂને માતા મીનલ લક્ષ્મણ ચતુર્વેદી સાથે 201.96 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતો ફ્લેટ 83.46 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને લીધો છે. આ ફ્લેટ સાથે બે કાર પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાંત ચતુર્વેદીએ  મુંબઈમાં 14 કરોડનો ફલેટ ખરીદ્યો

૧૯ જુને ૮૩.૪૬ લાખ રૃપિયા સ્ટેમ્પ  ડયુટિ ભરી

જુહુમાં બે  કાર પાર્કિંગ સાથે ૨૦૦ ચોમીનો કારપેટ એરિયા ધરાવતો  ફલેટ લધો         

મુંબઈ -  'ગલીબોય 'ફેમ સિદ્ધાંત ચતુર્વદીએ માતા મીનલ લક્ષ્મણ ચતુર્વેદી સાથે મળી  મુંબઈના  ફિલ્મ સ્ટાર્સના માનીતા વિસ્તાર જુહુના જેવીપીડી વિસ્તારમાં દસમા રોડ પર આવેલી એક ભવ્ય ઇમારતના છઠ્ઠા માળે ફલેટ ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. ૧૯ જુને થયેલાં આ સોદામાં ૨૦૧.૯૬ચોરસ મીટરનો કારપેટ એરિયા ધરાવતાં ફલેટના ૧૯.૯૧ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા છે.

સિદ્ધાંત ચતુર્વેદીએ આ ફલેટ માટે ૮૩.૪૬ લાખ રૃપિયાની સ્ટેમ્પ  ડયૂટી  પણ ભરી છે.  આ ફલેટના એગ્રીમેન્ટનું ૧૯ જુને રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ. એગ્રીમેન્ટ અનુસાર આ એપાર્મેન્ટની સાથે બે કારની  પાર્કિંગ સ્પેસ પણ ઇમારતના ભોંયરામાં ફાળવવામાં આવી છે. 

'ગહેરાઇયાં' અને 'ફોન બૂથ' જેવી ફિલ્મોમાં કામ કરનાર સિદ્ધાંત ચતુર્વેદીને 'ગલીબોય' ફિલ્મથી પ્રસિદ્ધિ મળી હતી. એક સમયે તેનું અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે અફેર હોવાનું મનાતું હતું. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું.

 હિરોઇન માધુરી દિક્ષિતે પણ ૨૦૨૫ના અંતભાગે જુહુમાં આવેલો તેનો એપાર્ટમેન્ટ ૩.૯ કરોડ રૃપિયામાં વેચી વરલીમાં નવી પ્રોપર્ટી ખરીદી હતી.હાલ જુહુમાં વરલી અને બાન્દ્રા કરતાં પ્રમાણમાં ફલેટ ઓછાં વેચાઇ રહ્યાં છે. જુહુમાં ઘણાં ફિલ્મસ્ટાર્સ દાયકાઓથી વસતા હોઇ તેઓ તેમની સંપત્તિ વેચતા નથી.