Mumbai

જમાઈ અક્ષય કુમાર ફિલ્મમાં સસરા રાજેશ ખન્નાનો રોલ કરશે

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: બોલિવુડમાં એક અનોખા સંયોગ સર્જાયો છે. સંગીતકાર આર ડી બર્મનની બાયોપિકમાં અક્ષય કુમાર તેના સસરા રાજેશ ખન્નાની ભૂમિકા ભજવશે. નિર્દેશક નીરજ પાંડેએ આ રોલ માટે અક્ષયની પસંદગી કરી છે. ફરહાન અખ્તર આર ડી બર્મન બનશે. ઓક્ટોબર 2026 થી શૂટિંગ શરૂ થશે, જેમાં અક્ષય માત્ર 10 દિવસનું શેડ્યૂલ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમાઈ અક્ષય કુમાર ફિલ્મમાં સસરા રાજેશ ખન્નાનો રોલ કરશે

આર ડી બર્મનની બાયોપિકમાં   રોલ સ્વીકાર્યો

ઓક્ટોબરથી   શૂટિંગઃ અક્ષય કુમારનું શિડયૂલ દસ જ દિવસનું હશે                            

મુંબઈ -  બોલિવુડમાં ચાલી રહેલી ચર્ચા મુજબ એક અનોખા સંયોગ રુપે જમાઈ અક્ષય કુમાર આગામી એક ફિલ્મમાં તેના સસરા રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવાનો છે.

સંગીતકાર આર ડી બર્મનની બાયોપિક બની રહી છે. સુપરસ્ટાર રાજેશ ખન્ના અને સંગીતકાર આરડી બર્મનની જોડીએ અનેક સુપરહીટ ગીત આપ્યા છે. બંને વચ્ચેના ખાસ સબંધને જીવંત કરવા નિર્દેશકે રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવા માટે અક્ષયકુમારની પસંદગી કરી છે.

આ ફિલ્મમાં ફરહાન અખ્તર આર ડી બર્મનના રોલમાં છે. નીરજ પાંડે આ ફિલ્મનું  દિગ્દર્શન કરી રહ્યો છે.

ઓક્ટોબર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૃ કરવામાં આવશે. અક્ષય કુમારે આ ફિલ્મમાં તેના સસરાની ભૂમિકા ભજવવા માટે દસ દિવસ ફાળવ્યા છે.

 વાસ્તવિક જીવનમાં પણ અક્ષય કુમાર રાજેશ ખન્નાનો મોટો ફેન હતો.