આગામી દિવસોમાં મુંબઈ-કચ્છની કેટલીક ટ્રેનો રદ- શોર્ટ ટમનેટ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રેનોની ઝડપ, ક્ષમતા અને સમયબદ્ધતમાં નોંધપાત્ર સુધારો થશે
મખિયાલી-વોંધ-ભચાઉ સેક્શનમાં ચાર લાઇન અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ બેસાડાશે
મુંબઈ - મુંબઈ-કચ્છના પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત પશ્ચિમ રેલવેએ કરી છે. સામખિયાલી-વોંધ-ભચાઉ સેક્શનમાં ક્વાડ્રુપલીંગ (ચાર લાઇન) અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ બેસાડવાના કામને કારણે આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ૦૯૪૧૫ ગાંધીધામ-ભુજ એક્સપ્રેસ અને ૦૯૪૧૬ ભુજ-ગાંધીધામ એક્સપ્રેસ ૨૩ જુલાઈ અને ૩૦ જુલાઈના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે. આ ઉપરાંત, ૧૨૯૬૫ બાંદ્રા ટમનસ-ભુજ એક્સપ્રેસ ૨૮ જુલાઈ અને ૪ ઓગસ્ટના રોજ, તેમજ ૧૨૯૬૬ ભુજ-બાંદ્રા ટમનસ એક્સપ્રેસ ૨૪ જુલાઈ અને ૩૧ જુલાઈના રોજ રદ્દ કરાઈ છે.
તેવી જ રીતે, ૧૨૯૫૯ બાંદ્રા ટમનસ-ભુજ એક્સપ્રેસ ૨૫ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ, તેમજ ૧૨૯૬૦ ભુજ-બાંદ્રા ટમનસ એક્સપ્રેસ ૨૭ જુલાઈ અને ૩ ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે.
કેટલીક ટ્રેનોને શોર્ટ ટમનેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૦૩ મુંબઈ-અમદાવાદ-ભુજ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ અને ૨ ઓગસ્ટના રોજ માત્ર મુંબઈથી અમદાવાદ સુધી જ દોડશે.
જ્યારે ૨૨૯૦૪ ભુજ-અમદાવાદ-મુંબઈ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ૧ અને ૩ ઓગસ્ટના રોજ અમદાવાદથી મુંબઈ સુધી જ દોડશે.
પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત મુસાફરોને તેમની આરક્ષિત ટિકિટ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા માહિતી મોકલવાની વ્યવસ્થા કરી છે. પ્રવાસ પહેલાં પોતાના ટ્રેન નંબર, તારીખ અને ટ્રેનની સ્થિતિ રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા એપ પર ચકાસવાની સલાહ આપવામાં આવી છે.
પ. રેલવેના જણાવ્યા મુજબ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કાર્ય પૂર્ણ થયા બાદ કચ્છ-મુંબઈ રૃટ પર ટ્રેનોની ઝડપ, ક્ષમતા અને સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થશે.









