રહીશોને વપરાશની ખુલ્લી જગ્યા પર સોસાયટીનો અધિકારઃ કોર્ટ

ભાયંદરની
સોસાયટીના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો
બિલ્ડિંગના
પાયા તથા મર્યાદિત વિસ્તાર જ હસ્તાંતરને પાત્ર છે તેવી બિલ્ડરની દલીલ ફગાવાઈ
મુંબઈ
- મહારાષ્ટ્ર ફ્લેટ
અનોરશિપ રાઈટ્સ એક્ટ(મોફા) હેઠળ ગૃહનિર્માણ સોસાયટીનો માત્ર ઈમારતના વિસ્તાર પર
જ નહીં પણ રહેવાસીઓના વપરાશ માટે આવશ્યક ખુલી જગ્યા પર અધિકાર હોય છે. આ ખુલી
જગ્યા બિલ્ડર પોતાની પાસે રાખી શકે નહીં,
એવો મહત્ત્વનો ચુકાદો હાઈકોર્ટે એક કેસમાં આપ્યો છે.
ઈમારતના
પાયા વિસ્તારથી આગળના વિસ્તારના હસ્તાંતરણના હકને નકારતા આદેશ વિરદ્ધ રાશેશ સહકારી
ગૃહનિર્માણ સોસાયટી લિમિટેડે દાખલ કરેલી અરજીને અંશતઃ મંજૂર કરતી વખતે કોર્ટે ઉક્ત ચુકાદો આપ્યો હતો.
ભાઈંદર
સ્થિત આ સોસાયટી શ્રીજી ડેવલપર્સે વિકસિત કરી હતી. ત્યાર બાદ ૨૦૧૫મં સોસાયટી
સ્થાપી હતી. બિલ્ડરે જમીન અને સંબંધીત હક્ક સોસાયટીને હસ્તાંતરીત કર્યા નહોતા એવો
દાવો સોસાયટીએ અરજીમાં કર્યો હતો. અ ેપ્રમાણે ૨૦૧૮ના સરકારી નિર્ણય અનુસાર પ્રત્યક્ષ હસ્તાંતરણની માગણી કરી હતી. જે
અનુસાર ખુલી જગ્યા અને મનોરંજનના મેદાનની
જગ્યા સહિત જમીનનો મોટો ભાગ પોતાના અધિકારમાં આવે છે એવો દાવો સોસાયટીએ કર્યો હતો.
બીજી તરફ , ફક્ત ઈમારતના પાયા અને મર્યાદિત વિસ્તાર હસ્તાંતરીત કરી શકાય, મંજૂર પ્લાનિંગમાં આ સુવિધા નહોવાનું
બિલ્ડરે જણાવ્યું હતું.
કોર્ટે બિલ્ડરની આ દલીલ અમાન્ય કરી હતી. ઈમારતના
નિયમાનુસાર ખુલી જગ્યા અનિવાર્ય હોવા છતાં ડેવલપર માત્ર થાંભલા અને દાદરા નીચેની
જગ્યા હસ્તાંતરિત કરીને બધી ખુલી જગ્યા પોતાની પાસે રાખી શકે નહીં, એવું નિરીક્ષણ કર્યું
હતું. પ્રવેશ, વેન્ટિલેશન, ફાયર સેફ્ટી,
પાર્કિંગ અને આવવા જવાની ખુલી જગ્યા લાભદાયી ઉપયોગનો અવિભાજ્ય
ભાગ છે અને સોસાયટી સ્થાપન થયા બાદ
ડેવલપરની મિલકત ગણી શકાય નહીં એમ જણાવ્યું હતું.
સક્ષમ
ઓથોરિટીના ૨૦૨૫ના આદેશને રદ કરીને આઠ સપ્તાહમાં નવા હેન્ડઓવર સર્ટિફિકેટ સોસયટીને પ્રદાન
કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.




