સાયકલ પાર્કિંગ માટે સોસાયટી દ્વારા ૧૫ લાખનો દંડઃ હાઈકોર્ટે ઝાટકણી કાઢી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોસાયટીઓ સુપ્રીમ રેગ્યુલેટરી ઓથોરિટી ન બને, વિવેકબુદ્ધિ વાપરે
૧૧ વર્ષ સુધી પાર્કિંગ માટે થયેલો દંડ રદ કરતાં હાઈકોર્ટે મનસ્વી કારભાર માટે સોસાયટી અને સબ રજિસ્ટ્રારને ઠપકો આપ્યો
મુંબઈ - મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાઉસિંગ સોસાયટી અને ફ્લેટધારકો વચ્ચેના વિવાદ અવારનવાર કોર્ટમાં પહોંચતા જોવા મળે છે. મુંબઈની એક સસાયટીઅ ેસાયકલ પાર્કિંગ માટે ફ્લેટધારકને ૧૫ લાખનો દંડ ફટાકર્યો હોવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફ્લેટ માલિકને રાહત આપતો ચુકાદો આપ્યો છે.
ઈમારતના બે ફ્લેટધારકોએ દાદરા પાસેની ખુલી જગ્યામાં સાયકલનું ૧૧ વર્ષ સુધી પાર્કિંગ કર્યું હતું. આ માટે ફ્લેટમાંના બંને સભ્યોને ૧૫,૪૫,૭૩૦નો દંડ લાદવાનો મુંબઈની આ હાઉસિંગ સોસાયટીએ નિર્ણય લીધો હતો.
આ નિર્ણય કોઓપરેટિંવ સબ રજિસ્ટ્રારે પણ કાયમ રાખ્યો હતો. આથી આ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સોસાયટી અને સબ રજિસ્ટ્રારની ઝાટકણી કાઢી હતી અને અજબ નિર્ણયને રદ કરીને અરજદારને રાહત આપી હતી.સોસાયટીના મનમાનીભર્યા કારભારની પણ ટીકા કરી હતી. નજીવી બાબત માટે ૧૧ વર્ષ પૂર્વેનો સમય ગ્રાહ્ય ધરવો ખોટી વાત હોવાનું હાઈકોર્ટે જણાવ્યુંહતું. મોડેલ બાયલાઝ ૧૬૯(એ)નો દુરુપયોગ કરી શકાય નહીં, એમ જણાવ્યું હતું. કાર્યવાહીમાં વિવેકબુદ્ધી અને વાજબીપણું રાખવા જરૃરી હોવાનું પણ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. સોસાયટી સુપ્રીમ રેગ્યુલેટરી ઓથોરિટીની ભૂમિકા લઈ શકે નહીં, એવી ટિપ્પણી કોર્ટે કરી હતી.
મુંબઈની ધનલક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં યોગિની અને સેજલ નામના સભ્યો છે. સોસાટીએ આ બંને સામે કાર્યવાહી કરી હતી. વારંવાર નોટિસ આપીને દંડાત્મક રકમની માગણી કરી હતી. ત્યારબાદ સોસાયટીએ વસૂલી માટે સબ રજિસ્ટ્રારને અરજી કરી હતી. જેમણે ચોથી એપ્રિલ ૨૦૨૫ના રોજ વસૂલીનું પ્રમાણપત્ર આપ્યું હતું. બંનેએ રિવિઝન અરજી કરી હતી. અ ેવખતે આઠ એપ્રિલ ૨૦૨૫ના રોજ વસૂલી પ્રમાણપત્ર રદ કરાયું હતું પણ પ્રકરણ ફેરવિચાર માટે મોકલાવાયું હતું. ત્યારબાદ સભ્યોએ કોર્ટમાં રિટ અરજી કરીને અપીલ કરી હતી. કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ સોસાયટીએ મોડેલ બાયલાઝ ૧૬૯(એ) અપનાવ્યો હતો એ ક્યાંય સ્પષ્ટ નહોતો. સાયકલ ઊભી કરેલી જોયા બાદ ત્યારે જ સોસાયટીએ વાંધો ઉઠાવીને હટાવવાનો નિર્દેશ આપવાની જરૃર હતી, એમ કોર્ટે સોસાયટીને જણાવ્યું હતું. એ વખતે નિયમનો દુરુપયોગ કરીને ૧૧ વર્ષ માટે દંડ વસૂલી કરવાનું ખોટું હાવાનું કોર્ટે જણાવ્યું હતું.




