Mumbai

સિયા ગોયલ અને ચેતન ચૌધરી જેલમાં ધકેલાયાં

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
પુણેના રિયલ્ટર કેતન અગ્રવાલ હત્યા કેસમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીને કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે મોબાઈલ ડેટા ઉકેલવા ૩ દિવસના વધુ રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે તે નામંજૂર કર્યા. ૧૮ જૂનના રોજ, લોહાગઢ કિલ્લામાં અગ્રવાલને ખડક પરથી ધક્કો મારી હત્યાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિયા ગોયલ અને  ચેતન ચૌધરી જેલમાં ધકેલાયાં

વધુ પોલીસ રિમાન્ડ આપવા કોર્ટનો ઈનકાર

 પોલીસે મોબાઈલ ડેટા ઉકેલવા  માટે વધુ ૩ દિવસના રિમાન્ડ માગ્યા હતા

મુંબઈ -  પુણેની એક કોર્ટે શુક્રવારે ૨૫ વર્ષીય પુણેના રિયલ્ટર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

ગોયલ (૨૦) અને ચૌધરી (૨૨) પર ૧૮ જૂનના રોજ પુણે જિલ્લાના લોહાગઢ કિલ્લામાં અગ્રવાલને ખડક પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ છે. અગ્રવાલ અને ગોયલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.

પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ બંને આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એએમ વિભૂતે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ફરિયાદ પક્ષે પોલીસ કસ્ટડી ત્રણ દિવસ લંબાવવાની માંગ કરી હતી, અને દલીલ કરી હતી કે ગોયલ અને ચૌધરીના મોબાઇલ ફોનમાંથી મળેલા ડેટામાં સંકેતો અને કોડેડ ભાષામાં ચેટ છે, અને વાતચીતને સમજવા માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૃરી છે.

ગોયલ અને ચૌધરીના વકીલે અરજીનો વિરોધ કરીને દલીલ કરી કે પોલીસને કેસની તપાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે અને વધુ કસ્ટડીમાં પૂછપરછ ગેરવાજબી છે.

બંને પક્ષોને સાંભળ્યા બાદ, કોર્ટે ફરિયાદ પક્ષની અરજી ફગાવી દીધી અને આરોપીને ૧૬ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.