Mumbai

આશ્રમશાળાના ફલોર પર સૂૂતેલી છ વિદ્યાર્થિનીઓને સાપ કરડી ગયોઃ ત્રણનાં મોત

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
ગઢચિરોલીની આશ્રમ શાળામાં આદિજાતિ વિકાસ દિનની રાત્રે કરુણ ઘટના બની. હોસ્ટેલમાં ફ્લોર પર સૂતી 6 વિદ્યાર્થિનીઓને ઝેરી સાપે દંશ દીધો, જેમાં 3ના મોત થયા. 3 અન્ય વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 1ને હેલિકોપ્ટર દ્વારા નાગપુર ખસેડાઈ છે. આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે, કારણ કે એકસાથે આટલા લોકોને સાપ કરડે તે અસામાન્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આશ્રમશાળાના  ફલોર પર સૂૂતેલી છ વિદ્યાર્થિનીઓને સાપ કરડી   ગયોઃ ત્રણનાં મોત

આદિજાતિ વિકાસ દિને જ ગડચિરોલીની આદિવાસી શાળાની ઘટના

એકસાથે છ લોકોને સાપ કરડે તે ઘટના   અસામાન્ય હોવાનું નિષ્ણાતોએ

જણાવ્યું ઃ એક વિદ્યાર્થિનીને નાગપુર હેલિકોપ્ટર દ્વારા લઈ જવાઈ

મુંબઈ -    ગઢચિરોલીમાં એક આશ્રમ શાળામાં ફલોર પર નિંદ્રાધીન છ વિદ્યાર્થિનીઓને ઝેરી સાપ કરડી ગયો હતો. તેમાંથી ત્રણ વિદ્યાર્થિનીઓનાં મોત નીપજ્યાં હતાં. અન્ય ત્રણ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે જેમાંથી એક વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થિનીને હેલિકોપ્ટર દ્વારા નાગપુર લઈ જવાઈ હતી.  કરુણતા એ છે કે તા. નવમી ઓગસ્ટે આદિજાતિ વિકાસ દિન ઉજવાયો હતો અને તે જ રાતે આદિવાસી આશ્રમ શાળામાં આ કરુણ ઘટના બની હતી. બીજી તરફ હર્પેટોલોજિસ્ટસનું કહેવું છે કે કોઈ સાપ એકસાથે છ લોકોને કરડી જાય તે ઘટના બહુ અસામાન્ય છે અને આ બાબતે તપાસ થવી જોઈએ.

 ધનોરા તાલુકા મુખ્યાલયથી લગભગ ૧૦  કિમી દૂર જપ્તલાઈ ગામમાં આવેલી આદિવાસી આશ્રમ શાળાની  હોસ્ટેલમાં  વિદ્યાથનીઓ જમીન પર સૂતી હતી. ત્યારે  રાતના બેથી અઢી વાગ્યાના અરસામાં  એક ઝેરી સાપ તેમને  કરડી ગયો હતો. તેમાંથી આઠ, ૧૨ અને ૧૪  વર્ષની ત્રણ છોકરીઓના મોત થયા હતા. મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીઓમાં ધો. આઠની સુસ્મિતા માંડલ, ધો. છમાં ભણતી દીપિકા લાકડા તથા ધોરણ બીજામાં ભણતી અનુ કોટેટીનો સમાવેશ થાય છે.   જ્યારે ધો. પાંચમાં ભણતી દીપિકા ઝાપી, ધો. છમાં ભણતી કવિતા કિરંગા તથા ધો. આઠમાં ભણતી  સમૃદ્ધિ નૌકમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમાંથી સમૃદ્ધિની તબિયત નાજુક હોવાથી તેને   હેલિકોપ્ટર દ્વાર નાગપુરની હોસ્પિટલમાં  લઈ જવામાં  આવી હતી. ત્યાં તે વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું હતું.

આ હોસ્ટેલમાં કુલ ૭૯ વિદ્યાર્થી રહેતા હોવાનું જાણવા મળ્યું  હતું.

   જિલ્લા કલેક્ટર અવિશ્યંત પાંડાએ જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, વિદ્યાથનીઓના રહેઠાણમાં પૂરતા રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ અને શાળા મેનેજમેન્ટે જરૃરી સલામતીના નિયમો અને સાવચેતીઓનું પાલન કર્યું હતું કે કેમ તે જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવશે.

   તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શાળાની સલામતી વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે.

      આદિજાતિ વિકાસ વિભાગની ટીમો સ્થળનું નિરીક્ષણ કરશે અને જરૃરી માહિતી એકત્રિત કરશે. જો તપાસ દરમિયાન બેદરકારી કે સલામતીમાં ખામી જોવા મળશે તો જવાબદારી નક્કી કરવામાં આવશે અને દોષિતો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, એમ પાંડાએ જણાવ્યું હતું.