Mumbai

એસઆઈઆરમાં છબરડો ઃ ૨.૭૦ લાખ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ નોંધાયું

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં 2,70,313 મતદારોની ઉંમર ટેક્નિકલ ખામીના કારણે 100થી 150 વર્ષ બતાવાઈ હતી. મહારાષ્ટ્ર ચૂંટણી પંચે વારંવાર ધ્યાન દોરવા છતાં દિલ્હીની વડી કચેરીએ આ ભૂલ સુધારવામાં એક મહિનો લગાવ્યો. નાશિક જિલ્લાની 3 બેઠકો પર 88% મતદારોનો જન્મ 1900માં બતાવ્યો હતો. આખરે 6 ઓક્ટોબરે સિસ્ટમ દ્વારા ભૂલ સુધારવામાં આવી.

Summarized by AI; it may make mistakes. Check important info

એસઆઈઆરમાં છબરડો ઃ ૨.૭૦ લાખ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ નોંધાયું

પોણા ત્રણ લાખ મતદારોને ૧૦૦થી ૧૫૦ વર્ષના બતાવી  દેવાયા

 મહારાષ્ટ્ર ચૂંટણી પંચ તરફથી વારંવાર ધ્યાન દોરાયું છતાં  દિલ્હી વડી કચેરીએથી ભૂલ સુધારવામાં આખો  મહિનો નીકળી ગયો

મુંબઈ -  મહારાષ્ટ્રમાંની સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (એસઆઇઆર) કવાયત હેઠળ મહારાષ્ટ્રના બે લાખથી વધુ મતદારોની વય ૧૦૦થી વધુ વર્ષ તરીકે નોંધાઈ ગઈ છે. ટેક્નિકલ ક્ષતિના પગલે ૨,૭૦,૩૧૩ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ તરીકે નોંધાઈ ગયું હતું. મહારાષ્ટ્ર ચૂંટણી પંચના ચીફ ઇલેક્ટોરોલ ઓફિસર (સીઇઓ)ની ઓફિસે આ મામલો સર્વપ્રથમ ઉઠાવ્યો હતો તે પછી એક મહિનાથી વધુ સમય પછી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ભૂલ સુધારવામાં આવી છે.

નાશિક  જિલ્લાની કલવણ (એસટી), ચાંદવડ અને દેવલાલી (એસટી)ની વિધાનસભાની ત્રણ બેઠકમાં ૮૮ ટકા અથવા ૨,૩૭,૯૭૪ મતદારોનો જન્મ ૧૯૦૦માં બતાવવામાં આવ્યો હતો. બાકીના મતદારોને લગતી ટેક્નિકલ ભૂલ મહારાષ્ટ્રના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં થઈ હતી.

એસઆઇઆર  પ્રક્રિયા શરૃ થવા પહેલા અગાઉ આ ટેક્નિકલ ક્ષતિ થઈ હતી કે રિવિઝન (સુધારાઓ) દરમિયાન ભૂલ થઈ ગઈ હતી. તેની તપાસ કરવા સીઇઓની ઓફિસે આઇટી ડિવિઝનને નિર્દેશ આપ્યા હતા. ચૂંટણી પંચના આઇટી ડિવિઝનના વડા સીમા ખન્ના છે. એસઆઇઆર અગાઉના મતપત્રકોમાં જન્મ તારીખ અને વય તથા એસઆઇઆર એન્યુમરેશન ફોર્મમાં જણાવેલી જન્મતારીખ એકસેલ ફોર્મેટમાં નોંધીને જણાવવાના નિર્દેશ અપાયા હતા. બીજી સપ્ટેમ્બરે પહેલો પત્ર લખાયો હતો અને ૮મી સપ્ટેમ્બરે બીજો પત્ર લખાયો હતો. ૧૭મી સપ્ટેમ્બરે ફરી સીઇઓ એસ ચોકલિન્ગમે પત્ર લખી વિલંબ વગર જણાવવા નિર્દેશ આપ્યા હતા.

છેક છઠ્ઠી ઓક્ટોબરે ભૂલ સુધારવામાં આવી હતી. આ ભૂલ સિસ્ટમ દ્વારા સુધારવામાં આવી હતી. મહારાષ્ટ્રના મતદારોનો રેકોર્ડ્સ માટે દિલ્હીસ્થિત ચૂંટણીપંચના મુખ્યાલય પર મહારાષ્ટ્ર સીઇઓને આધાર રાખવો પડે છે. તે આ ઉદાહરણ દર્શાવે છે. ઇસીઆઇનેટ બાબતમાં બે ઇલેક્શન કમિશનરોએ દર્શાવેલી ચિંતાનું આમાં પ્રતિબિંબ પડે છે. ચૂંટણીપંચના રાજ્યોના સીઇઓ અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરો (ઇઆરઓ) જેમની પાસે મતપત્રકોમાં ફેરફાર કરવાની કાયદેસરની સત્તા છે તેઓ ઇઆરઓ નેટ પોર્ટલમાં ફેરફારો કરી શકતા નથી.

એસઆઇઆર પ્રક્રિયા અગાઉ મહારાષ્ટ્રના ડ્રાફ્ટ રોલ (મતપત્રકોનો મુસદ્દો) ૩૧મી ઓગસ્ટે પ્રકાશિત થયો હતો. જેમાં ૭.૭૨ કરોડ મતદારો નોંધાયા હતો. એસઆઇઆર અગાઉ ૯.૭૯ કરોડ મતદારો હતા. ૧૨મી ઓક્ટોબર સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે અને ૧૬મી નવેમ્બરે અંતિમ મતપત્રકો જાહેર કરાશે.