વરુણ ધવનના ગીત ચુનરી ચુનરી પર ગાયક અભિજિત ભટ્ટાચાર્યે ભડાશ કાઢી

સિંગરે આ રીમેક ગીતથી વરુણ ધવન સલમાન ખાન નહીં બની શકે તેવી ટિપ્પણી કરી
મુંબઇ - ચુનરી ચુનરી ગીતના ઓરિજિનલ સિગરં અભિજિત ભટ્ટાચાર્યે આ ગીતના રીમેક પર આલોચના કરી છે. હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મના આ ગીત પર તેણે પોતાની ભડાશ કાઢતાં કહ્યું હતું કે, આ રોમેન્ટિક ગીતને ફિલ્મસર્જકે ભજન બનાવી દીધું છે.એટલું જ નહીં તેણે વરુણ ધવનને પણ સપાટામાં લઇને તે આ ગીત દ્વારા સલમાન ખાન નહીં બની શકે તેવી ટીપ્પણી કરી હતી.
વરુણ ધવનની ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ગીત ચુનરી ચુનરીનું રીમેકની આલોચના થઇ રહી છે. અભિજિત ભટ્ટાચાર્યે ૧૯૯૯ની બીવી નંબર વનમાં આ ગીત હાયું હતું. હવે આ ગીતને રીક્રિએટ કરીને હૈ જવાની તોઇશ્ક હોના હૈમાં લેવામાં આવ્યું છે. સિંગરે જણાવ્યું હતુ ંકે, આ ગીતને બગાડી નાખ્યું છે. સાથેસાથે તેણે વરુણ ધવનને સપાટામાં લેતા કહ્યું હતું કે, વારંવાર તે બોલીવૂડના જુના હિટ ગીતોના નવા વર્જન પર નિર્ભર રહેતો હોય છે. તે કદી સલમાન ખાન બની શકશે નહીં.
ચુનરી ચુનરી ઃ લેટસ ગો મંગળવારે રિલીઝ કરવામા ંઆવ્યું હતું. મૂળ ગીત સલમાન ખાન અને સુષ્મિતા સેન પર ફિલ્માવવામા ંઆવ્યું હતું. હવે રીમેકમાં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અન ેપૂજા હેગડે જોવા મળી રહ્યા છે. અભિજીત ભટ્ટાચાર્યના અનુસાર, સલમાન ખાનનીકારકિર્દી માટે આ ગીતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ગીતઆવ્યું હતુ ંત્યારથી તે હજી સુધી ટ્રેન્ડ કરી રહ્યું છે. અભિનેતાની કારકિર્દીનું આ હિટ ગીત છે.




