Mumbai

રાજસ્થાનના સીકરથી સૌથી વધુ સર્ક્યુલેટ થયું:મનીષ યાદવ સૂત્રધાર

By GS Team
13 May 20262 mins read
રાજસ્થાનના સીકરથી સૌથી વધુ સર્ક્યુલેટ થયું:મનીષ યાદવ સૂત્રધાર

દિલ્હીથી ફોન આવ્યા કે પેપર આવી ગયું છે

૧૪૦ પ્રશ્નો બેઠા પૂછાયાઃ આંતરરાજ્ય નેટવર્કમાં કાઉન્સેલરો, કોચિંગ સેન્ટરો, વિદ્યાર્થીઓ સામેલ 

મુંબઈ - નાસિકથી રાજસ્થાનના સીકર પેપર પહોંચ્યું. ત્યાંથી હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં પેપર પહોંચાડાયું હતં. 

-સીકર બહુ મોટું કોચિંગ હબ છે. અહીં દેશભરના વિદ્યાર્થીઓ નીટ સહિતની  પરીક્ષાની તૈયારીઓ માટે આવે છે. અહીથી જ મહત્તમ સંખ્યામાં પેપર સર્ક્યુલેટ થયું. 

- ફૂટેલાં પેપરમાં બાયોલોજીના તમામ ૯૦ અને કેમિસ્ટ્રીના તમામ ૪૫ પ્રશ્નો બેઠા સામેલ હતા. કુલ ૧૪૦ પ્રશ્નો વિદ્યાર્થીઓને મળી ગયા હતા. 

-કેટલાય વિદ્યાર્થીઓને દિલ્હીથી ફોન આવ્યા હતા કે પેપર આવી ગયું છે. બાદમાં તે વ્હોટસ એપ થકી ફરતું કરાયું હતું. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓએ અંદરોઅંદર  પેપર આપ્યું  હતું. 

- નીટ પરીક્ષાના કાઉન્સેલર્સ, કોચિંગ સેન્ટરોના  સંચાલકો ઉપરાંત વિદ્યાર્થીઓ પણ સમગ્ર આંતરરાજ્ય નેટવર્કમમાં સામેલ હોવાનું કહેવાય છે. 

-કેટલાય  વિદ્યાર્થીઓએ પોતે લાખો રુપિયામાં પેપર ખરીદ્યું હતું. બાદમાં પોતાનો ખર્ચો કાઢવા  પચ્ચીસથી  ત્રીસ હજારમાં અન્યોને પેપર મોકલ્યું. 

-જે વ્હોટસ એપ મેસેજીસના પુરાવા મળ્યા છે તે મલ્ટીપલ ફોરવર્ડસ બતાવે છે. મતલબ કે અનેકાનેક લોકોના મોબાઈલમાં  પેપર  મોકલાયું હતું. 

-રાજસ્થાનના મનીષ યાદવ થથા સંજીવ મુખિયા મુખ્ય સૂત્રધારો હોવાનુ ંકહેવાય છે. આ ઉપરાંત પટણાના મનીષ  પ્રકાશ, આશુતોષ સહિતના  લોકોના નામ બહાર આવ્યાં છે. 

શુભમે પોલીસથી બચવા પોતાનો દેખાવ  બદલી નાખ્યો  હતો 

નાસિક પોલીસે    જણાવ્યું હતું કે અમને આરોપી શુભમનું નામ તો મળ્યું હતું પણ કોઈ સરનામું નહોતું અને કોઈ વધુ માહિતી નહોતી. અમને કેટલીક ટેકનિકલ માહિતી મળી અને અમે શોધખોળ શરૃ કરી હતી.  શુભમે પોતાનો દેખાવ બદલવા પ્રયાસ કર્યો હતો. તેણે  પોતાના કપડાં બદલી નાખ્યા હતા.પોતાના આખા વાળ મુંડાવી નાખ્યા હતા. આરોપી શુભમ ખૈરનાર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે વોચ રાખી રસ્તામાં છટકું ગોઠવીને તેને પકડી લેવામાં આવ્યો . પોલીસે તેની ઓળખ કરી  તેની પૂછપરછ હાથ ધરી હતી.