Mumbai

સૈફ અલી ખાન પર હુમલો કરનારા શરીફૂલે કોર્ટમાં ગુનો કબૂલ્યો

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે ઘુસી ચાકુ હુમલો કરનાર બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફૂલ ઈસ્લામે કોર્ટ સમક્ષ ગુનો કબૂલવાની ઈચ્છા દર્શાવી છે. શરીફૂલે પોતાના વકીલ મારફત કોર્ટમાં અરજી કરી રહેમ દાખવવા વિનંતી કરી છે. કોર્ટે ફરિયાદ પક્ષનો અભિપ્રાય માંગી, સુનાવણી 11 સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે. શરીફૂલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈફ અલી ખાન પર હુમલો કરનારા શરીફૂલે કોર્ટમાં ગુનો કબૂલ્યો

અદાલત સમક્ષ  રહેમ દાખવવા  માગણી કરી

 અદાલતેે શરીફૂલની અરજી અંગે ફરિયાદ પક્ષનો અભિપ્રાય માગી સુનાવણી ૧૧મી સપ્ટેમ્બર  પર મુલત્વી  રાખી

મુંબઇ -  બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે ઘૂસી તેના પર ચાકુથી હુમલો કરનારા બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફૂલ ઈસ્લામે કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલવાની ઈચ્છા દર્શાવી છે.

શરીફૂલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેણે પોતાના વકીલ દ્વારા કોર્ટને અરજી કરીને જણાવ્યું હતું કે પોતે ગુનો કબૂલવા  માગે છે. તેણે અદાલત પોતાના પર રહેમ દાખવે  તેવી  પણ માગણી કરી હોવાનું કહેવાય છે.

કોર્ટે આ અરજી સંદર્ભમાં ફરિયાદ પક્ષનો અભિપ્રાય માગ્યો છે અને વધુ સુનાવણી તા. ૧૧મી સપ્ટેમ્બર પર મુલત્વી  રાખી છે.

ઉલ્લેખનીય છે કે હજુ આ મહિને જ એડિશનલ સેશન્સ જજ જી . પી. દેશમુખ દ્વારા શરીફૂલ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તે સાથે જ આ કેસમાં ખટલો ચલાવવાનો માર્ગ મોકળો થયો હતો.

શરીફૂલ સામે ચાકુથી હુમલા બદલ બીએનએસની કલમો ઉપરાંત બારતમાં ગેરકાયદેસર પ્રવેશ સહિતના ગુના માટેના આરોપો પણ ઘડવામાં આવ્યા છે.

ગયાં વર્ષની ૧૬મી જાન્યુઆરીએ શરીફૂલ સૈફ અલી ખાનનાં બાંદ્રા ખાતેના એપાર્ટમેન્ટમાં ચોરીછૂપીથી  ઘૂસ્યો હતો. તે સૈફના પુત્ર જેહના રુમમાં ગયો  હતો. જેહને બચાવવા માટે સૈફ અલી ખાને તેને પડકાર્યો ત્યારે તેણે સૈફ પર ચાકુથી હુમલો કર્યો હતો. તે હુમલો કરીને આબાદ  રીતે ત્યાંથી ભાગી ગયો હતો. સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે તેને ઓળખી લઈ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ હુમલામાં સૈફને કમરના ભાગે ઈજા થતાં તેણે પાંચ દિવસ હોસ્પિટલમાં રહેવું  પડયું હતું.