Mumbai
શરદ પવાર નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમા દાખલ
By GS Team
28 May 20261 min read

મેડિકલ ટેસ્ટ માટે દાખલ થયાની
માહિતી
મુંબઈ - મહારાષ્ટ્રના સિનિયર નેતા,પીઢ રાજકારણી
અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવાર
નેતાની તબિયતના નાદુરસ્ત થતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ ગંભીર ચિંતા નથી અને તેઓ નિયમિત
તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વધતી ઉંમર અને સતત રાજકીય તેમજ સામાજિક
વ્યસ્તતાઓને ધ્યાનમાં રાખીને ડોક્ટરોની સલાહ મુજબ કેટલાક જરૃરી મેડિકલ ટેસ્ટ કરવામાં
આવી રહ્યા છે.
હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, શરદ
પવારની તબિયત હાલ સ્થિર છે અને કોઈ ગંભીર સમસ્યા સામે આવી નથી. નિયમિત તપાસ પૂર્ણ
થયા બાદ તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત
કરવામાં આવી રહી છે.









