Mumbai

શહઝાદ ભટ્ટી દુબઈથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે

By GS Team
14 May 20261 min read
શહઝાદ ભટ્ટી દુબઈથી  પોતાનું નેટવર્ક ચલાવી  રહ્યો છે

સોશિયલ મીડિયા દ્વારા જાળ પાથરી

ભારતીય યુવકોને આતંકી પ્રવૃત્તિ ઉપરાંત જાસૂસીમાં જોતરવાનું કાવતરું

      પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી ભારતમાં પગ ફેલાવતો જોવા મળે છે. તેણે ભારતમાં પોતાનું નેટવર્ક વધારવાનું શરૃ કર્યું છે.દરમિયાન તેનું નામ કેટલીક આતંકવાદી ભરતીઓમાં સામે આવ્યું  હતું.

    પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.  પાકિસ્તાની શહજાદ ભટ્ટી દુબઈથી નેટવર્ક ચલાવી રહ્યો છે.

રાજ્યના કેટલાક યુવાનો આ ગેંગના સંપર્કમાં હોવાના અહેવાલ છે. આ ભટ્ટી મૂળ પાકિસ્તાનના લાહોરનો છે. જોકે તે હાલમાં દુબઈમાં રહે છે અને ગેંગ ચલાવી રહ્યો છે. તે ભારતના યુવાનોને કટ્ટરવાદ અને જાસૂસી તરફ ધકેલી રહ્યો છે.  સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે. તે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવાનોને કટ્ટરવાદ અને જાસૂસીના દલદલમાં ધકેલી રહ્યો છે.

  એટીએસની  ટીમોએ શંકાસ્પદોના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ડિજિટલ પ્રવૃત્તિઓની તપાસ શરૃ કરી દીધી છે.તપાસ એજન્સીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ વ્યક્તિઓમાંથી કોઈનો આતંકવાદી નેટવર્ક અથવા કટ્ટરપંથી વિચારધારાઓ સાથે સંબંધ છે.