બ્રાન્ડ વેલ્યુમાં કોહલીને બીજા ક્રમે ધકેલી શાહરુખ પ્રથમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શાહરૃખની બ્રાન્ડ વેલ્યુ ૧૭૭.૯ મિલિયન ડોલર્સ
બે વર્ષમાં શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુુમાં ૪૭ ટકાનો વધારો થયો
મુંબઈ - બોલિવુડના સુપરસ્ટાર શાહરુખખાનની બ્રાન્ડ વેલ્યુમાં બે વર્ષમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. એક સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ ૨૦૨૫ અનુસાર શાહરુખખાન ૧૭૭.૯ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે દેશની સૌથી મૂલ્યવાન સેલિબ્રેટી બ્રાન્ડ બની ચૂક્યો છે. દેશના ટોચના પચ્ચીસ સેલિબ્રિટીઝની કુલ બ્રાન્ડ વેલ્યુ બે અબજ ડોલર્સ આંકવામાં આવી હતી.
૨૦૨૩માં ૧૨૯.૭ મિલિયન ડોલર્સ અને ૨૦૨૪માં ૧૪૫.૭ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે શાહરુખખાન યાદીમાં ત્રીજા સ્થાને હતો. છેલ્લા એક વર્ષમાં ટોચની ત્રણ બ્રાન્ડો પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરાવાને કારણે શાહરુખખાનની બ્રાન્ડ વેલ્યુમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો હતો. બ્રાન્ડ વેલ્યુ વધવાને પગલે ક્રિકેટર વિરાટ કોહલીને પ્રથમ સ્થાનેથી હટાવી શાહરુખખાન પ્રથમ સ્થાને આવી ગયો હતો.
શાહરુખખાન લાંબા સમયથી વિવિધ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો હોઇ તેની હાજરી ઓટોમોટિવથી માંડી ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન સુધી જળવાઇ રહી છે. પરંપરાગત એન્ડોર્સમેન્ટ કરતાં આજે સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ વધારે અસરકારક ગણાય છે.









