શાહરુખખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે લંડનમાં રજાની મજા માણી રહ્યો છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કિંગના શૂટ દરમ્યાન ખાન પરિવારનું લંડન વેકેશન
આર્યન ખાન પણ લંડનમાં સાંજે તેની સિક્યુરિટી ટીમ સાથે તેની કાર તરફ જતો જોવા મળ્યો
મુંબઇ - જેની શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ કિંગના કામમાં વ્યસ્ત હોવા છતાં તેણે લંડનમાં પરિવાર સાથે ફરવાનો સમય કાઢી લીધો હતો. લંડનમાં શાહરુખ પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે હળવા મિજાજમાં ફરતો દેખાયો હતો. ત્રણે જણાં એક ઇમારતમાં પ્રવેશતાં હોય તેવી તેમની તસવીરો વાઇરલ થઇ હતી. શાહરુખ વિદેશમાં લો પ્રોફાઇલ રાખીને ફરવા માટે જાણીતો છે. આ વખતે પણ તેેણે સફેદ ટી શર્ટ પર બ્લુ હુડી પહેરી તેને માથા પર ઓઢી રાખી હતી.
ક્રિસમસમાં રજૂ થનારી ફિલ્મ કિંગમાં શાહરુખ ખાન તેની પુત્રી સુહાના સાથે જોવા મળશે. પિતા-પુત્રી પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં દિપિકા પદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ છે. આ ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત આફ્રિકા અને યુરોપમાં પણ કરવામાં આવી રહ્યું છે.
મોડી સાંજે શાહરુખનો પુત્ર આર્યન ખાન પણ લંડનમાં દેખાયો હતો. તેની રાહ જોતી કાર તરફ આર્યન સિક્યુરિટી સાથે જતો હોય તેવી તસવીરો ઓનલાઇન જોવા મળી હતી. આર્યનખાન હવે તેની પ્રથમ ફિચર ફિલ્મ પર કામ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.









