Mumbai

સુરક્ષા દળે સાડાદસ કરોડની રેલવે ટિકિટો જપ્ત કરી

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં રેલવે ટિકિટના કાળાબજારનું મોટું કૌભાંડ ઝડપાયું છે. છેલ્લા 4.5 વર્ષમાં RPFએ 10.50 કરોડથી વધુની ટિકિટો જપ્ત કરી છે. આ કૌભાંડમાં 7 રેલવે કર્મચારીઓ સહિત અનેક એજન્ટોની ધરપકડ કરાઈ છે. મધ્ય રેલવે દ્વારા RTI કાર્યકર અનિલ ગલગલીને આ માહિતી અપાઈ હતી. કુલ 1,676 કેસ નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરક્ષા દળે સાડાદસ કરોડની રેલવે ટિકિટો જપ્ત કરી

સે.રે.માં ટિકિટના કાળા બજારના જંગી કૌભાંડનો પર્દાફાશ

સાત  રેલવે કર્મચારી સહિત અનેક એજન્ટોને સાડાચાર વર્ષ દરમ્યાન ઝડપી લેવામાં આવ્યા

મુંબઇ  -  રેલવે ટિકિટોના થતા કાળાબજારને નાથવા માટે આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા છેલ્લાં સાડાચાર વર્ષ સુધી ચલાવવામાં આવેલી ઝુંબેશ દરમ્યાન સાડાદસ કરોડ રૃપિયાની રેલવે ટિકિટો જપ્ત કરવામાં આવી હોવાનું  સેન્ટ્રલ રેલવે તરફથી જણાવાયું હતું.

રેલવે ટિકિટોના કાળાબજારના કૌભાંડમાં સંડોવાયેલા સાત રેલવે કર્મચારી તેમ જ અનેક અનધિકૃત (ટાઉટ) અને કેટલાક અધિકૃત એજન્ટોની અટકાયત કરવામાં આવી હતી.

આરટીઆઇ કાર્યકર અનિલ ગલગલી તરફથી માહિતી અધિકાર કાનૂન હેઠળ દરાખલ કરવામાં આવેલી અરજીને પગલે મધ્ય રેલવે તરફથી આ માહિતી આપવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેના મુખ્ય  સુરક્ષા કમિશનર હેમંત કુમારે જણાવ્યું હતું કે સાડાચાર વર્ષમાં ટિકિટના કાળાબજાર અને દલાલીના ૧,૬૭૬ કેસ નોંધાયા હતા. ગુના નોંધીને આરપીએફ દ્વારા ૧૦.૫૦ કરોડથી વધુ કિંમતની ઇ-ટિકિટ અને કેન્સલ કરવામાં આવેલી ટિકિટો જપ્ત કરવામાં આવી હતી.