દયાઅરજી નહીં પરંતુ લોકમાંંગને લીધે સાવરકરને મુક્ત કરાયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વીર સાવરકરનાં પૌત્રનું અદાલત સમક્ષ નિવેદન
કોંગ્રેસે સાવરકરની મુક્તિની માંગ કરતો ઠરાવ કર્યો હતો, તેવું જ ભગતસિંઘ, સુખદેવ, રાજગુરુ માટે થઈ શક્યું હોત
પુણે - હિન્દુત્વ વિચારક સ્વાતંત્ર્ય વીર સાવરકરને બ્રિટિશરો દ્વારા તેમની દયા અરજીઓને કારણે નહીં પરંતુ ૧૯૨૩ માં કોંગ્રેસના કાકીનાડા અધિવેશન દ્વારા તેમની મુક્તિની માગણી કરતા ઠરાવ સહિતનાં વધતાં જતાં લોક દબાણને કારણે મુક્ત કરવામાં આવ્યા હતા એમ તેમના પૌત્ર સત્યકી સાવરકરે બુધવારે પુણેની એક કોર્ટમાં જણાવ્યું હતું. તેમણે સત્યકીએ વધુમાં ટિપ્પણી કરી હતી કે કે જો કોંગ્રેસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપતા પહેલા આવો જ ઠરાવ અપનાવ્યો હોત, તો તેમની ફાંસી ટાળી શકાઈ હોત.
રાહુલ ગાંધીએ સાવરકર પર કરેલી ટિપ્પણી બદલ તેમની સામે માનહાનિનો ફોજદારી કેસ થયો છે. તેમાં રાહુલ ગાંધીના વકીલે સત્યકીની ઉલટ તપાસ કરી હતી તેમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.
સાંસદ/ધારાસભ્ય વિશેષ અદાલતના ન્યાયાધીશ અમોલ શિંદે સમક્ષ ઉલટતપાસ દરમિયાન, સાવરકરે બ્રિટિશ સરકાર સમક્ષ દાખલ કરેલી દયા અરજીઓના કેટલાક ભાગો સત્યકીને દર્શાવાયા હતા. તે સમયે સત્યકીએ કહ્યું હતું કે આ અરજીનું લખાણ સાવરકરકનું છે કે નહિ, તેમણે કોઈપણ શરતે મુક્તિ માગી હતીી કે કેમ કે પછી તેમણે પોતે કોઈ રાજકીય ચળવળમાં ભાગ નહિ લે તેવી બાંહેધરી આપી હતી કે કેમ તેની મને જાણ નથી. પરંતુ એ ખરું છે કે આ દયા અરજીના કારણે સાવરકરને મુક્તિ મળી ન હતી. પણ ૧૯૨૩માં મોહમ્મદ અલી જોહરના અધ્યક્ષપદ હેઠળ કાકીનાડા કોંગ્રેસે સાવરકરની મુક્તિ માટે ઠરાવ પસાર કર્યો હતો. કારણ કે સાવરકરની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી હતી અને તેમની મુક્તિ માટે જાહેર દબાણ વધી રહ્યું હતું,એમ સત્યકીએ કોર્ટને જણાવ્યું હતું.









