Mumbai

સંજય લીલા ભણશાળી અને કરીના વચ્ચે 25 વર્ષે સમાધાન

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: સંજય લીલા ભણશાળીએ કરીના કપૂરને ધનુષ સાથેની આગામી ફિલ્મ ઓફર કરી છે. 2000માં 'દેવદાસ'માં ઐશ્વર્યાને લેવાયા બાદ ભણશાળી અને કરીના વચ્ચે અઢી દાયકા જૂનો અંટસ હતો. હવે આ મતભેદ ભૂલી કરીના ભણશાળી સાથે કામ કરશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. આ ફિલ્મ જાન્યુઆરી 2027માં શૂટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજય લીલા ભણશાળી   અને કરીના વચ્ચે 25 વર્ષે સમાધાન

કરીનાને ધનુષ સાથેની ફિલ્મ ઓફર કરી

દેવદાસમાં કરીનાને બદલે ઐશ્વર્યા ગોઠવાઈ જતાં  બંને વચ્ચે અંટસ પડી હતી                 

મુંબઈ -  સંજય લીલા ભણશાળી અને કરીના કપૂર હવે તેમનો અઢી દાયકા જુનો ઝઘડો ભૂલી જઇ સાથે કામ કરે તેવા સંજોગો નિર્માણ થઇ રહ્યા છે.  સંજય લીલા ભણશાળીએ કરીનાને તેમની ધનુષ સાથેની આગામી ફિલ્મ ઓફર કરી હોવાનુ ંકહેવાય છે.

૨૦૦૦ના દાયકામાં ભણશાળીએ તેની ભવ્ય ફિલ્મ 'દેવદાસ' માટે તે સમયે નવીસવી કરીનાનો સ્ક્રિન ટેસ્ટ લીધો હતો. પણ કરીના કપૂરની ભૂમિકા આખરે ઐશ્વર્યા રાયને ફાળે ગઇ હતી. જેને કારણે યુવાન કરીનાને  પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગ્યું હતું. આથી તેણે ક્યારેય સંજય લીલા ભણશાળી સાથે કામ નહીં કરવાનું નક્કી કરી લીધું હતું.

હવે બંને અઢી દાયકા જૂના મતભેદો વિસારે પાડીને ફરી કામ કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. ભણશાળીની  ધનુષ સાથેની આગામી ફિલ્મમાં હાથી કેન્દ્રસ્થાને છે અને તે જંગલમાં આકાર લેતી પૌરાણિક કથા છે. 'હીરો'  અને 'સરદાર' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર તમિલ ફિલ્મ નિર્દેશક પી.એસ. મિથરન આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. હાલ ફિલ્મ લખાઇ રહી છે અને જાન્યુઆરી ૨૦૨૭માં તેનું શૂટિંગ શરૃ કરવાનું આયોજન છે.