Mumbai

વિરોધીઓ, મીડિયાને પતાવી દેવાની સંજય દીના પાટીલની ધમકીઓથી હોબાળો

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં શિવસેનાના સંજય દીના પાટીલે વિરોધીઓ અને પત્રકારોને બોમ્બથી ઉડાવી દેવાની, સ્મશાન ભેગા કરવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. UBTના સંજય રાઉતે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા, મુખ્યમંત્રીએ તપાસની ખાતરી આપી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પાટીલ વતી ખેદ વ્યક્ત કરી માફી મંગાવવાની વાત કહી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરોધીઓ, મીડિયાને પતાવી દેવાની સંજય દીના પાટીલની ધમકીઓથી હોબાળો

 બોમ્બથી ઉડાવી દઈશ, સ્મશાન ભેગા કરી દઈશ તેવી ધમકીનો આરોપ

એકનાથ શિંદેએ સંજય દીના પાટીલ વતી ખેદ વ્યક્ત કર્યોઃ ધમકીઓ અંગે તપાસની સીએમની ખાતરી

મુંબઈ  -  શિવસેના યુબીટીમાંથી એકનાથ શિંદેની શિવસેનામાં પક્ષાંતર કરી ચૂકેલા ઈશાન મુંબઈના સાંસદ સંજય દીના પાટીલે વિરોધીઓને બોમ્બ ફેંકી ઉડાવી દેવાની , ઘરમાં ઘૂસીને મારી નાખવાની કે સ્મશાન અને હોસ્પિટલ ભેગા કરી દેવાની  તથા મીડિયાપર્સન્સને પણ ફટકારવાની ધમકીઓ આપી હોવાના આરોપો  સાથે ભારે હોબાળો થયો છે.

આ  આરોપો મુદ્દે શિવસેના યુબીટીના સંજય રાઉતે પોલીસ કમિશનર સહિત સંબંધિતોને રજૂઆત કરતાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ અંગે તપાસ કરી ઉચિત પગલાં લેવાની ખાતરી આપવી  પડી છે. બીજી તરફ સંજય દીના પાટીલે મીડિયા પર્સન્સને  મારા મામલે માથું મારશો તો ફટકારીશ એ પ્રકારની ધમકીઓ આપતાં ભારે  હોબાળો થયો હતો અને છેવટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખુદ આ વિધાનો અંગે ખેદ વ્યક્ત કરી પોતે સંજય દીના પાટીલને માફી માગવા જણાવશે તેવી ખાતરી આપવી પડી હતી.

સંજય રાઉતે મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર પાઠવી જણાવ્યું હતું કે સંજય દીના પાટીલનાં નિવેદનો કાયદો ્અને વ્યવસ્થાની સ્થિતિ માટે ખતરા રુપ છે. આ માટે પ્રિવેન્ટિવ એક્શન લેવાં જોઈએ. રાઉતના આક્ષેપ અનુસાર સંજય દીના પાટીલે પોતે અગાઉ પાંચ લોકોને પતાવી દીધા  હોવાના દાવા કર્યા છે તો તે મુદ્દે પણ તપાસ થવી જોઈએ.

સંજય દીના પાટીલનાં દીકરી રાજૂલ પાટીલે પોતે પિતા સાથે પક્ષાંતર નહીં કરે તેવી જાહેરાત વિશે પૂછાતાં તેઓ પત્રકારો પર ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો ઉચ્ચારતાં કહ્યું હતું કે તમે મારા મામલામાં માથું ન મારો, ફરી આવું કહેશો તો પતાવી દઈશ. આ નિવેદનોથી ભારે રાજકીય હોબાળો થયો હતો. સંજય દીના પાટીલ માફી માગે તેવી માગણી વિપક્ષો ઉપરાંત મીડિયા સંગઠનોએ કરતાં ખુદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વાત વાળી લેવા મેદાનમાં ઉતર્યું હતું. તેમણે કહ્યું હતું કે પત્રકારોનું અપમાન કરવાનો સંજય દીના પાટીલનો કોઈ ઈરાદો ન હતો. તેમ છતાં કોઈને ખરાબ લાગ્યું હોય તો તેમના વતી હું ખેદ વ્યક્ત કરું છું.

બીજી તરફ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કહેવું પડયું હતું કે  ે મહારાષ્ટ્રમાં ધમકીની રાજનીતિ  સ્વીકાર્ય નથી. કોઈના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની વાત હોય કે કોઈને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોય તો કાયદો કાયદાનું કામ કરશે.