Mumbai

સંચિતાના આપઘાતનું કનેક્શન સુુશાંત કેસ સાથેઃ ભાઈનો આરોપ

By GS Team
16 Jun 20262 mins read
સંચિતાના આપઘાતનું કનેક્શન સુુશાંત કેસ સાથેઃ ભાઈનો આરોપ

ઈન્ડસ્ટ્રીના દબાણનો ભોગ બની હોવાનો આક્ષેપ, ઉચ્ચ કક્ષાએ તપાસની માગણી

૧૪મી જૂને જ   અજાણ્યા આઈડી પરથી સંચિતા અને સુશાંતના ફોટા સાથે ઈટ્સ અગેન ૧૪ જૂન લખેલી પોસ્ટ થતાં શંકાકુશંકા

મુંબઈસુશાંતસિંહ રાજપૂતે ૧૪ જૂને જ આત્મહત્યા કરી હતી અને સંચિતાએ પણ તે જ દિવસે આત્મહત્યા કરી છે. બંને કેસ વચ્ચે કનેક્શન છે તેવો આરોપ સંચિતાના પિતરાઈ ભાઈએ કર્યો છે. તેણે  સંચિતાએ આપઘાત કર્યો તે જ દિવસે  સંચિતાનું પ્રોફાઈલ પિક્ચર ધરાવતાં એક અજાણ્યાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર ે સુશાંતના ફોટા સાથે 'ઈટ્સ અગેઈન ૧૪ જૂન ' લખેલી એક રીલ પોસ્ટ થઈ હોવા  બાબતે પણ શંકા વ્યક્ત કરી છે.

પ્રખ્યાત ટીવી સિરિયલ અભિનેત્રી સંચિતા ઉગલેએ રવિવારે સાંજે નાલાસોપારા સ્થિત તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના પિતાએ આત્મહત્યા બાબતે તત્કાળ કોઈ શંકા વ્યક્ત કરી ન હતી. પરંતુસોમવારે સંચિતાના પિતરાઈ ભાઈ આકાશ ઉગલેએ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે  સંચિતાના મૃત્યુ પછી શબપરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે મને ઇન્સ્ટાગ્રામ પર  એક અજાણ્યા આઈડી દ્વારા પોસ્ટ થયેલી રીલ પર તેનું ધ્યાન ગયું હતું.   આ આઈડી પર સંચિતાનો પ્રોફાઇલ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ આઈડી પરથી તે જ દિવસે (૧૪ જૂન) એક રીલ પોસ્ટ કરવામાં આવી  હતી તેમાં  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે ' ઈટસ અગેન ૧૪ જૂન' અને વીડિયોને 'વી મિસ યુ સુશાંત સર' એવું કેપ્શન આપવામાં આવ્યું છે. આ આઈડી પર છેલ્લી પોસ્ટ બે જૂન, ૨૦૨૬ ની  જ છે.  આકાશે આરોપ લગાવ્યો હતો કે આ આઈડી તાજેતરમાં  બનાવાયું હોય તે શક્ય છે.

સુશાંતના આપઘાતની તારીખે જ આવી રીલ પોસ્ટ થાય અને તે જ દિવસે મોડી સાંજે સંચિતા પણ આપઘાત કરે એ યોગાનુયોગ ન હોઈ શકે. ચોક્કસ કશુંક  બન્યું છે એમ આકાશે કહ્યું હતું.

આકાશે વધુમાં જણાવ્યુું હતું કે મનોરંજન ઉદ્યોગમાં બહુ દબાણનો સામનો કરવો પડે છે. બહુ ધમકીઓ મળે છે.  જેમ સુશાંત સિંહ રાજપૂત અંદરથી ખતમ થઈ ગયો હતો, તેવી જ રીતે મારી બહેન સાથે પણ કંઈક આવું જ બન્યું છે. આપણા દેશમાં સત્તાનો ખેલ ચાલી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા દીકરા-દીકરીઓને દબાવવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીના કારણે જ મારી બહેન આજે આપણી વચ્ચે નથી. તેથી, તેમણે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પાસેથી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.