Mumbai

સમીર વાનખેડેનો શાહરૃખખાનની કંપની રેડ ચીલીઝ સામે 2 કરોડરૃપિયાનોનુકસાનીનો દાવો

By GS TEAM
26 Sep 20252 mins read
સમીર વાનખેડેનો શાહરૃખખાનની કંપની રેડ ચીલીઝ સામે 2 કરોડરૃપિયાનોનુકસાનીનો દાવો

બા.ડઝ ઓફ બોલિવૂડમાં બદનક્ષી કરાઇ હોવાનો સમીર વાનખેડેનો દાવો  

સમીર વાનખેડેએ ૨૦૨૧માં ડ્રગ્સ ધરાવવા બદલ આર્યન ખાનની ધરપકડ કરી હતી જેની શોમાં પરોડી થઇ

ગયા અઠવાડિયે નેટફલિક્સ પર રજૂ થયેલી આર્યન ખાનની વેબ સિરિઝ બા..ડઝ ઓફ બોલિવૂડમાં તેની પેરોડી કરી તેની બદનામી કરવામાં આવીનું જણાવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ શાહરૃખખાનની કંપની તથા નેટફલિક્સ પર દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો છે. સમીર વાનખેડેએ આ શોમાં રાષ્ટ્રની પ્રતિષ્ઠાનું અપમાન થયું હોવાનો પણ દાવો કર્યો છે. 

બા..ડઝ ઓફ બોલિવૂડમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની પેરોડી કરવામાં આવી છે. તેના પહેલાં એપિસોડમાં પાર્ટીની બહાર મારીજુઆના પીનારની બાજુમાં ઉભાં રહેવા બદલ એક એક્ટરની એક અધિકારી દ્વારા ધરપકડ થતી બતાવવામાં આવી છે. દર્શકો સમજી શકે છે કે ધરપકડ કરનાર અધિકારીનો દેખાવ વાનખેડેને મળતો આવે છે. વાનખેડેએ ૨૦૨૧માં ડ્રગ્સ ધરાવવા બદલ આર્યન ખાનની ધરપકડ કરી હતી. એ પછી આર્યન પરથી તમામ આરોપો દૂર થયા હતા પણ વાનખેડે હાલ તપાસ હેઠળ છે. 

વાનખેડેએ તેમના દાવામાં આક્ષેપ કર્યો છે કે આ સિરિઝમાં ડ્રગ વિરોધી એજન્સીઓનું ગેરમાર્ગે દોરનારું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેથી લોકોનો તેમનામાં રહેલો વિશ્વાસને અસર થઇ રહી છે. ખોટા, બદઇરાદાભર્યા અને બદનામી કરનારા વિડિયોને કારણે હાનિ થઇ હોવાથી વાનખેડેએ પ્રોડકશન હાઉસ રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ., નેટફ્લિક્સ અને અન્યો સામે કાયમી ઇન્જક્શન અને નુકશાની માંગવામાં આવી છે. રેડ ચિલીઝ દ્વારા આ શો પ્રોડયુસ કરવામાં આવ્યો છે જેના દ્વારા આર્યનખાને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 

વાનખેડેએ અન્ય એક સીનમાં જે દર્શાવવામાં આવ્યું છે તેમાં પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટસ ટુ નેશનલ ઓનર એક્ટ ૧૯૭૧નું ઉલ્લઘંન થયું હોવાથી તેના માટે સજા થવી જોઇએ તેવી રજૂઆત પણ કરી હતી. સમીર વાનખેડેએ નુકશાની પેટે બે કરોડ રૃપિયાની રકમ માંગી છે જે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને કેન્સરના દર્દીઓની સારવાર માટે દાનમાં આપવામાં આવશે.